શોધખોળ કરો

Surendranagar: રાજસ્થાનથી દારૂનો જથ્થો લઇને આવતી કારને નડ્યો અકસ્માત, લોકોએ ચલાવી દારૂ-બિયરની લૂંટ

અકસ્માતની જાણ થતા લોકો સ્થળ પર દોડી આવ્યા અને લૂંટ ચલાવી હતી

સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં દારૂબંધીના દંભનો વધુ એકવાર પર્દાફાશ થયો છે. જોકે આ પર્દાફાશ પોલીસે નહીં પરંતુ દારૂ ભરેલી કારને અકસ્માત નડતા થયો હતો. પર કાર પલટી જતા લોકોએ દારૂની લૂંટ ચલાવી હતી. રાજસ્થાનથી દારૂનો જથ્થો ઇકો કારમાં ભરીને સુરેન્દ્રનગર લખતર વિરમગામ હાઈવે તરફ લઈ જવાતો હતો. ત્યારે ચાલકે કાબૂ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે દારૂની બોટલ અને બિયરના ટીન રસ્તા પર પડી ગયા હતા. અકસ્માતની જાણ થતા લોકો સ્થળ પર દોડી આવ્યા અને દારૂ- બિયરના ટીન હોવાની માહિતી મળતા જ લોકોએ હાથમાં આવે તેટલી દારૂ-બિયરની લૂંટ ચલાવી હતી. ઘટનાની જાણ થતા લખતર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ અકસ્માતમાં કારના ચાલકને માથાના ભાગે ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

Jetpur: જેતપુરમાં ટ્રકમાંથી મારબલ પથ્થર ઉતારતી વખતે અકસ્માત સર્જાતા બે મજૂરના મોત

રાજકોટ: જિલ્લાના જેતપુરના દેવકી ગાલોળ ગામમાં દર્દનાક ઘટના સામે આવી છે.  ગામમાં બની રહેલ યાત્રાળુના ઉતારાના બાંધકામ સમયે આ બનાવ બન્યો છે. ટ્રકમાંથી મારબલ ઉતારતા સમયે અકસ્માત સર્જાયો હતો. મારબલ પથ્થર ક્રેન વડે ટ્રકમાંથી ઉતરતા સમયે મારબલ તૂટતા બે શ્રમિક મારબલ નીચે દબાઈ ગયા હતા. અકસ્માતમાં મારબલ પથ્થર નીચે દબાતા બે શ્રમિકોના ઘટના મોત થયા. એક શ્રમિકનું ઘટના સ્થળે જ મોત થયું જ્યારે બીજા શ્રમિકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું. મુંબઇના દાતા મહેશભાઈ લીરાભાઈ વિરાટ દ્વારા યાત્રાળુ વટેમાર્ગુ માટે ઉતારો બનાવમાં આવી રહ્યો હતો. આ મમાલે જેતપુર તાલુકા પોલીસ દ્વારા સરકારી હોસ્પિટલે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી છે.

 કેનેડામાં નાયગ્રા ફોલ્સ જોવા ગયેલો ગુજરાતી પરિવાર ખીણમાં ખાબક્યો

કેનેડા સ્‍થિત નાયગ્રા ફૉલ્‍સ સ્‍ટેટ પાર્કના નાયગ્રા જોર્જમાં પડી જતાં એક ગુજરાતી મહિલાનું અવસાન થયું છે. વર્ષોથી અમેરિકામાં રહેતા જીત ભટ્ટ તેમના પત્‍ની નેહા ભટ્ટ અને પાંચ વર્ષના પુત્ર રુદ્રાન્‍શ સાથે નાયગ્રા ફૉલ્‍સ ફરવા ગયાં હતાં. આ પ્રવાસ દરમિયાન મહિલાનો એક પગ લપસતા આખો પરિવાર આ ઊંડી ખીણમાં પડી ગયો હતો અને નેહા ભટ્ટનું ઘટનાસ્‍થળે જ મોત નીપજ્‍યું હતું.

દુર્ભાગ્‍યવશ મહિલાનો જીવ ન બચાવી શકાયો

આ અકસ્‍માત ૧૩ ફેબ્રુઆરીના રોજ થયો હોવાનું જાણવા મળ્‍યું છે. સ્‍થાનિક મીડિયા હાઉસના અહેવાલ અનુસાર દુર્ઘટના બાદ જીત ભટ્ટ અને તેમના પાંચ વર્ષના દીકરાને બચાવી લેવાયા હતા, પરંતુ બંનેને ગંભીર ઇજા થઈ હતી. જેને કારણે તેમને નજીકની હૉસ્‍પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્‍યા. નાયગ્રા રિજન પાર્ક્‍સના પ્રવક્‍તા એન્‍જેલા પી. બર્ટીએ સ્‍થાનિક મીડિયાને જણાવ્‍યા અનુસાર સત્તાવાળાઓએ ગુજરાતી મહિલાનો મળતદેહ મેળવી લીધો છે. સ્‍ટેટ પાર્ક પોલીસ કેપ્‍ટન ક્રિસ રોલાએ મીડિયાને જણાવ્‍યું હતું કે, દુર્ભાગ્‍યવશ, મહિલાનો જીવ બચાવી શકાયો નથી. પોલીસે હેલિકોપ્‍ટરની મદદથી મહિલાના મળતદેહને કૉરનર ઑફિસ સુધી પહોંચાડ્‍યો હતો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget