Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખે રાજીનામું આપ્યું, જાણો શું લગાવ્યા આરોપ ?
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં કૉંગ્રેસનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. ચૂંટણી બાદ પણ કૉંગ્રસને ઝટકો લાગ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ રૈયાભાઈ રાઠોડે રાજીનામુ આપી દીધું છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં કૉંગ્રેસનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. ચૂંટણી બાદ પણ કૉંગ્રસને ઝટકો લાગ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ રૈયાભાઈ રાઠોડે રાજીનામુ આપી દીધું છે. કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું કે, પાર્ટીએ વિશ્વાસમાં લીધા વગર ઉમેદવારોને ટિકિટ આપી હતી.
કૉંગ્રેસને ચૂંટણી બાદ પણ સતત ઝટકા લાગવાનું શરૂ છે. સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાઠોડએ પોતાના હોદ્દા પર થી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને રાજીનામું ધરી દીધું છે. તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે, ધ્રાંગધ્રા, વઢવાણ અને લીંબડી વિધાનસભા બેઠક માટે ચૂંટણીમાં ઉમેદવારની પસંદગીમાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કે સંગઠનને વિશ્વાસમાં લીધા ન હતા.
જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો પર જિલ્લાના સંગઠનને ધ્યાનમાં લીધા વગર ઉમેદવારો પસંદ કર્યાની રજુઆત કરી છે. વઢવાણ, લીંબડી અને ધ્રાંગધ્રામાં જિલ્લા સંગઠનને વિશ્વાસમાં ન લેવાયું તેવો આરોપ લગાવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વિધાનસભાની પાંચ બેઠકો આવેલી છે. જેમાં ઉપરોક્ત ત્રણ ઉપરાંત ચોટીલા અને દસાડા બેઠકનો પણ સમાવેશ થાય છે. કોંગ્રેસ પ્રદેશ સમિતિ બહારથી મુકેલા પ્રભારીના હવાલે થઈ ગઈ હોવાનો આક્ષેપ લગાવ્યો છે. પાંચેય વિધાનસભા બેઠકોના ઉમેદવારોએ પણ જિલ્લા સંગઠનની અવગણના કરી છે.
Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મુખ્ય સલાહકાર તરીકે કોની કરાઇ નિમણૂક?
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સલાહકાર તરીકે રાજ્યના બે નિવૃત વરિષ્ઠ અધિકારીઓની નિમણૂક કરાઇ છે. ભારત સરકારના પૂર્વ નાણા સચિવ ડોક્ટર હસમુખ અઢીયાની મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે રાજ્યમાં માર્ગ મકાન વિભાગના પૂર્વ સચિવ એસ.એસ રાઠૌરની સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના મુખ્ય સલાહકાર અને સલાહકાર એમ બે નવી જગ્યાઓ મુખ્યમંત્રી કાર્યાલયમાં ઊભી કરીને રાજ્યના બે નિવૃત વરિષ્ઠ અધિકારીઓની આ જગ્યાએ નિમણૂંક કરી છે. મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે ભારત સરકારના પૂર્વ નાણાં સચિવ શ્રી ડૉ. હસમુખ અઢિયાની નિમણૂંક કરવામાં આવી છે.