શોધખોળ કરો
Advertisement
છોટાઉદેપુરમાં ધસમસતા પાણીના પ્રવાહમાં ટેમ્પો ફસાતા સ્થાનિક લોકો દોડી આવ્યા
ભારે વરસાદને પગલે છોટાઉદેપુરના ક્વાંટમાં આવેલી મેણ નદી બે કાંઠે વહેતી હતી તેમાં ટેમ્પો ફસાઈ ગયો હતો. આ ઘટના જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતાં. ટ્રેક્ટરની મદદથી ટેમ્પોને બહાર કઢાયો હતો.
હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યા છે ત્યારે વરસાદની આગાહી વચ્ચે ગુજરાતના ઘણાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેને કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી. ત્યારે ભારે વરસાદને પગલે છોટાઉદેપુરના ક્વાંટમાં આવેલી મેણ નદી બે કાંઠે વહેતી હતી તેમાં ટેમ્પો ફસાઈ ગયો હતો. આ ઘટના જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતાં. ટ્રેક્ટરની મદદથી ટેમ્પોને બહાર કઢાયો હતો.
ઉપરવાસ અને છોટાઉદેપુરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ક્વાંટમાં આવેલી મેણ નદી બે કાંઠે વહેતી થઈ હતી. જોકે મેણ નદીમાંથી ટેમ્પો ચાલક પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન તે ફસાઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. ત્યાર બાદ તાત્કાલિક ટ્રેક્ટરની મદદથી ટેમ્પાને બહાર કાઢવામાં આવ્યો હતો.
આ ઘટના ક્વાંટ તાલુકાના મોટી ઝડૂલી ગામની છે. ટ્રેક્ટર દ્વારા ટેમ્પાને બહાર કાઢવામાં આવ્યો તેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ટેમ્પા ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
છેલ્લા 24 કલાકમાં છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે જેને લઈને નદી-નાળા છલકાઈ ગયા જ્યારે ખેડતોમાં વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. પાવી જેતપુરમાં 3.14 ઈંચ, ઉચોઉદેપુરમાં 3 ઈંચ અને બોડેલીમાં 2.99 ઈંચ ખાબક્યો હતો.
આ ઉપરાંત પાવીજેતપુર ભારે વરસાદને પગલે જુની તાલુકા પંચાયત કચેરીમાં ચાલતી એસ.બી.એમ શાખા, શિક્ષણ શાખા તથા મનરેગા શાખાની ઓફિસમાં પાણી ભરાયા હતાં. તમામ કર્મચારીઓની ખુરશી ટેબલો નીચે પાણી ફરી વળ્યા હતાં. જેને કારણે અધિકારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement