શોધખોળ કરો

ટેટ 1-2ની પરીક્ષાની આખરે જાહેરાત કરવામાં આવી, 21 ઓક્ટોબરથી ફોર્મ ભરવાની શરૂઆત થશે

TET 1-2ની પરીક્ષાની આખરે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણમંત્રી દ્વારા ટેટ-1 અને 2 પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે.

ગાંધીનગર:  TET 1-2ની પરીક્ષાની આખરે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણમંત્રી દ્વારા ટેટ-1 અને 2 પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે.  21 ઓક્ટોબરથી ફોર્મ ભરવાની શરૂઆત થશે. છેલ્લે વર્ષ 2017-18માં ટેટની પરીક્ષા લેવામાં આવી હતી.  સાડા ત્રણ લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપી શકે તેવી શિક્ષણ વિભાગ તરફથી તૈયારીઓ કરવામાં આવી રહી છે.  ફોર્મ ભરવાની અંતિમ તારીખ 5 ડિસેમ્બર રહેશે.  જ્યારે ઉમેદવારોએ 7 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર દરમિયાન ઓનલાઈન ફી ભરવાની રહેશે. 

17 ઓક્ટોબરના રોજ જાહેરનામું પ્રસિદ્ધ થશે. 18 ઓક્ટોબરના રોજ વર્તમાન પત્રોમાં કસોટીની જાહેરાત પ્રસિદ્ધ થશે. ઉમેદવારો 21 ઓક્ટોબર, 2022થી  5 ડિસેમ્બર, 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. ઉમેદવારો નેટ બેકિંગ દ્વારા ઓનલાઈન 21 ઓક્ટોબરથી 5 ડિસેમ્બર સુધી ફી ભરી શકશે. આ ઉપરાંત ઉમેદવારો 7 ડિસેમ્બર, 2022થી 12 ડિસેમ્બર, 2022 સુધી લેટ ફી ભરી શકશે. તેમણે જણાવ્યું કે, પરીક્ષાની સંભવિત તારીખો પણ આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અમે જાહેર કરીશું. 

શિક્ષક બનવા TET-TAT પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે ત્યારે વર્ષ 2018 બાદ કોઇ પરીક્ષા યોજાઇ નહોતી હજારો  યુવાનો પરીક્ષા પાસ કરી શિક્ષકમાં જોડાવાની મહેચ્છા ધરાવી રહ્યા છે ત્યારે શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા ટેટ-1 અને 2 પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. 

મોંઘવારીમાંથી મળી થોડી રાહત, જથ્થાબંધ ફુગાવો 12.41 ટકાથી ઘટીને 10.70 ટકા

સપ્ટેમ્બરમાં સામાન્ય લોકોને મોંઘવારીમાંથી થોડી રાહત મળી છે અને જથ્થાબંધ ભાવ સૂચકાંક નીચે આવ્યો છે. સપ્ટેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારી દર મહિના દર મહિનાના આધાર પર ઘટીને 10.70 ટકા પર આવી ગયો છે. ઓગસ્ટમાં જથ્થાબંધ ફુગાવાનો દર 12.4 ટકા હતો. સપ્ટેમ્બરમાં જથ્થાબંધ ફુગાવાનો દર 11 ટકાથી વધુ રહેવાનો અંદાજ હતો, જે 10.5 ટકાથી થોડો વધારે થયો છે.

જથ્થાબંધ ફુગાવાના આંકડા થોડા સમય પહેલા આવ્યા છે અને તેમાં ઘટાડો દર્શાવે છે કે ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં થોડો ઘટાડો થવાને કારણે આ દર નીચે આવ્યો છે. જથ્થાબંધ મોંઘવારી દર 11 ટકાથી નીચે આવવાથી મોંઘવારીમાંથી થોડી રાહત મળવાના સંકેત સમજી શકાય છે.

સપ્ટેમ્બર 2021માં જથ્થાબંધ મોંઘવારી દર 11.8 ટકા પર આવ્યો હતો અને આ વર્ષે તેનો આંકડો 10.70 ટકા પર આવ્યો છે. જો આ વર્ષે જોવામાં આવે તો મે 2022માં જથ્થાબંધ ફુગાવાનો દર રેકોર્ડ 15.88 ટકાને સ્પર્શ્યો હતો. તે જ સમયે, આ સતત 18મો મહિનો છે જ્યારે સપ્ટેમ્બરમાં 10 ટકાથી વધુ મોંઘવારી દરને કારણે ફુગાવાનો દર બે આંકડામાં છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Donald Trump: ટ્રમ્પના હશ મની કેસના ચાલતી હતી સુનાવણી, કોર્ટ બહાર વ્યક્તિએ ખુદને લગાવી આગી
Donald Trump: ટ્રમ્પના હશ મની કેસના ચાલતી હતી સુનાવણી, કોર્ટ બહાર વ્યક્તિએ ખુદને લગાવી આગી
Horoscope  20 April 2024:  આ 4 રાશિના જાતક માટે શનિવાર નિવડશે શુભ, જાણો રાશિફળ અને શુભ મુહૂર્ત
Horoscope 20 April 2024: આ 4 રાશિના જાતક માટે શનિવાર નિવડશે શુભ, જાણો રાશિફળ અને શુભ મુહૂર્ત
Sarkari Naukri: આ સંસ્થામાં નીકળી છે 600થી વધુ પદ પર ભરતી, ફટાફટ કરો અરજી
Sarkari Naukri: આ સંસ્થામાં નીકળી છે 600થી વધુ પદ પર ભરતી, ફટાફટ કરો અરજી
Ahmedabad: રૂપાલાએ ફોર્મ પાછું ન ખેંચતા ક્ષત્રિય સમાજનો હુંકાર, ઓપરેશન ભાજપની શરુઆત, મત એ જ શસ્ત્રનો આપ્યો નારો
Ahmedabad: રૂપાલાએ ફોર્મ પાછું ન ખેંચતા ક્ષત્રિય સમાજનો હુંકાર, ઓપરેશન ભાજપની શરુઆત, મત એ જ શસ્ત્રનો આપ્યો નારો
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Jennyben thummar| કોંગ્રેસ ઉમેદવાર જેનીબેન ઠુમ્મર સામે નોંધાઈ આચારસંહિતા ભંગની ફરિયાદParesh Dhanani | ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા પરેશ ધાનાણીએ શું કર્યો હુંકાર?, જુઓ આ વીડિયોમાંRajkot| જિલ્લા ભાજપમાં ભડકો, ધોરાજીમાં ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનોએ આપ્યું રાજીનામુંHun To Bolish | હું તો બોલીશ | મુહૂર્ત કોને ફળશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Donald Trump: ટ્રમ્પના હશ મની કેસના ચાલતી હતી સુનાવણી, કોર્ટ બહાર વ્યક્તિએ ખુદને લગાવી આગી
Donald Trump: ટ્રમ્પના હશ મની કેસના ચાલતી હતી સુનાવણી, કોર્ટ બહાર વ્યક્તિએ ખુદને લગાવી આગી
Horoscope  20 April 2024:  આ 4 રાશિના જાતક માટે શનિવાર નિવડશે શુભ, જાણો રાશિફળ અને શુભ મુહૂર્ત
Horoscope 20 April 2024: આ 4 રાશિના જાતક માટે શનિવાર નિવડશે શુભ, જાણો રાશિફળ અને શુભ મુહૂર્ત
Sarkari Naukri: આ સંસ્થામાં નીકળી છે 600થી વધુ પદ પર ભરતી, ફટાફટ કરો અરજી
Sarkari Naukri: આ સંસ્થામાં નીકળી છે 600થી વધુ પદ પર ભરતી, ફટાફટ કરો અરજી
Ahmedabad: રૂપાલાએ ફોર્મ પાછું ન ખેંચતા ક્ષત્રિય સમાજનો હુંકાર, ઓપરેશન ભાજપની શરુઆત, મત એ જ શસ્ત્રનો આપ્યો નારો
Ahmedabad: રૂપાલાએ ફોર્મ પાછું ન ખેંચતા ક્ષત્રિય સમાજનો હુંકાર, ઓપરેશન ભાજપની શરુઆત, મત એ જ શસ્ત્રનો આપ્યો નારો
Lok Sabha Election 2024: પશ્ચિમ બંગાળમાં 77.57 ટકા મતદાન, જાણો અન્ય રાજ્યોમાં કેટલું થયું વોટિંગ
Lok Sabha Election 2024: પશ્ચિમ બંગાળમાં 77.57 ટકા મતદાન, જાણો અન્ય રાજ્યોમાં કેટલું થયું વોટિંગ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BCA સેમ-4 નું પેપર લીક થયાનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો આક્ષેપ
ફરી પેપર ફૂટ્યું, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BCA સેમ-4 નું પેપર લીક થયાનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો આક્ષેપ
GSSSB Exam: ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખી, જાણો શું આપ્યું કારણ
GSSSB Exam: ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખી, જાણો શું આપ્યું કારણ
Salman Khan House: ફાયરિંગ બાદ હવે લોરેન્સ બિશ્નોઈના નામે બુક કરાયેલી કેબ પહોંચી સલમાનના ઘરે, પોલીસ એક્શનમાં
Salman Khan House: ફાયરિંગ બાદ હવે લોરેન્સ બિશ્નોઈના નામે બુક કરાયેલી કેબ પહોંચી સલમાનના ઘરે, પોલીસ એક્શનમાં
Embed widget