શોધખોળ કરો

લોકસભાની બાકીની 11 બેઠકો પર ભાજપ ઉમેદવાર રિપિટ ન કરે તેવી શક્યતા, જાણો કોના નામની છે ચર્ચા

દશકોથી ગઢ એવી મહેસાણા બેઠક પર પાટીદારો અને તે પણ કડવા પાટીદાર મતદાતાઓનું પ્રભુત્વ હોવાને કારણે મહેસાણા બેઠક પરથી કડવા પાટીદાર સમાજની કોઈ મહિલાને ભારતીય જનતા પક્ષ ટિકિટ આપે તેવી શક્યતા છે.

Lok Sabha Election 2024: લોકસભાની 26પૈકી 15 બેઠકો પર ભાજપે પહેલી યાદી જાહેર કર્યા બાદ હવે બાકીની 11 બેઠકો પર કોણ ઉમેદવાર હશે તેને લઈને ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે. ભાજપની બીજી યાદી માટે 6 માર્ચે કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળવા જઈ રહી છે ત્યારે સ્વાભાવિક રીતે જ આ બેઠકોના સાંસદોને રિપિટ કરાશે કે નહીં તેને લઈને અનેક તર્ક વિતર્ક છે. જો કે આ બેઠકો પર સાંસદોને રિપિટ કરવાના સ્થાને મહત્તમ નવા ચહેરા ઉતારાય તેવો તર્ક છે.

દશકોથી ગઢ એવી મહેસાણા બેઠક પર પાટીદારો અને તે પણ કડવા પાટીદાર મતદાતાઓનું પ્રભુત્વ હોવાને કારણે મહેસાણા બેઠક પરથી કડવા પાટીદાર સમાજની કોઈ મહિલાને ભારતીય જનતા પક્ષ ટિકિટ આપે તેવી શક્યતા છે. સુરેન્દ્રનગર બેઠક પર કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરાને રિપિટ કરાવવાની શક્યતા ઘણી ઓછી છે. જો કે આ બેઠક પરથી કોળી સમાજના કોઈ એક ચહેરાને ભાજપ ટિકિટ ફાળવી શકે છે. ભાવનગર બેઠક પર ભારતીબેન શિયાળને રિપિટ ન કરાય તે સંજોગોમાં કોળી સમાજના જ યુવા નેતા એવા હીરા સોલંકીને ટિકિટ ફાળવી અમરીશ ડેરને કૉંગ્રેસમાંથી લાવવાની રણનીતિ ઘડાઈ હોવાની ચર્ચા અને તર્ક છે.

સાબરકાંઠામાં દિપસિંહ રાઠોડને ફરીથી ટિકિટ મળે તેની શક્યતા ઓછી જોવાઈ રહી છે. આ સંજોગોમાં સાબરકાંઠા બેઠકથી ઓબીસી સમાજના ઠાકોર ઉમેદવાર પર હાઈકમાન્ડ કોઈ નવા જ ચહેરા પર પસંદગીનો કળશ ઢોળી શકે છે. અમદાવાદ પૂર્વ બેઠકથી ભાજપ હસમુખ પટેલને ફરીથી લોકસભાની ટિકિટ મળી શકે છે. તેમ છતા છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલાય તો નક્કી નહીં. દાહોદ અને વલસાડમાં આદિવાસી ઉમેદવાર તરીકે કોને ટિકિટ મળે તેવી અટકળો ચાલીર હી છે. આ બંન્ને બેઠકો પૈકી એક બેઠક પર વર્તમાન સાંસદનું પત્તુ કપાઈ શકે છે. સુરતમાં ગોવિંદ ધોળકીયાને રાજ્યસભામાં તક મળી હોવાથી કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ માટે હજુ પણ લોકસભામાં જવાનો માર્ગ ખુલ્લો છે. જો કે દર્શનાબેનને રિપિટ ન કરાય તો સ્થાનિક શિક્ષિત મહિલાને ભાજપ ચૂંટણી મેદાને ઉતારી શકે છે.

આ પણ વાંચોઃ

સંસદમાં ભાષણ અને વોટના બદલામાં લાંચ લેવાના મામલે SCનો ઐતિહાસિક નિર્ણય, કહ્યું- સાંસદો અને ધારાસભ્યોને છૂટ નથી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
Embed widget