શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં આ તારીખથી ઠંડીનું જોર વધશે, હવામાન વિભાગે કરી આગાહી
સૌથી ઓછું તાપમાન નલિયામાં 11 ડીગ્રી આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.
અમદાવાદ: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 11 ડિસેમ્બર બાદ ઠંડીનું જોર વધશે.દક્ષિણ અને પશ્ચિમ અરેબિયનમાં ડિપ્રેશન સર્જાયું છે. પરંતુ, તેની અસર ગુજરાતમાં ક્યાંય વર્તાશે નહીં તેવી આગાહી કરવામાં આવી છે. સૌથી ઓછું તાપમાન નલિયામાં 11 ડીગ્રી આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. આજે પણ અમદાવાદ શહેરમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. સવારે શહેરનું તાપમાન 16 ડિગ્રી જોવા મળ્યું હતું.
ગુજરાત સહિત માઉન્ટ આબુમાં પણ શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. તાપમાનનો પારો દિવસે ને દિવસે ગગડી રહ્યો છે ત્યારે રવિવારે સવારે તાપમાન 2.4 ડિગ્રી થતાં માઉન્ટ આબુના જાણીતા તળાવમાં ઉભેલી નાવડીઓ, મેદાન, ગાર્ડન અને હોટેલો તેમજ ઘરની બહાર પાર્ક કરેલી કાર્સ પર બરફ જામી ગયો હતો.
હવામાન વિભાગ પ્રમાણે, ઉત્તર પૂર્વના ઠંડા પવનો ફૂંકાતા ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધી ગયો છે. લઘુતમ અને મહત્તમ તાપમાનનો પારો ગગડ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 11 ડિસેમ્બર બાદ ઠંડીનું જોર વધશે. સૌથી ઓછું તાપમાન નલિયામાં 11 ડીગ્રી આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement