શોધખોળ કરો

Kodinar: કોડીનારમાં કુવામાંથી યુવકની લાશ મળી આવતા ચકચાર, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું

ગીર સોમનાથ: કોડીનારના સીંગોડા નદીના પટમાં આવેલા કુવામાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી છે. આ લાશ સ્થાનિક વ્યક્તિની હોવાનું બહાર આવ્યું છે. પોલિસે લાશને કુવામાંથી બહાર કાઢી પીએમ માટે ખસેડી છે.

ગીર સોમનાથ: કોડીનારના સીંગોડા નદીના પટમાં આવેલા કુવામાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી છે. આ લાશ સ્થાનિક વ્યક્તિની હોવાનું બહાર આવ્યું છે. પોલિસે લાશને કુવામાંથી બહાર કાઢી પીએમ માટે ખસેડી છે. આ યુવકની હત્યા થઈ છે કે તેમણે આત્મહત્યા કરી છે તે અંગે રહસ્ય ઘેરાયું છે. પોલીસે હવે આ મામલે વધુ તપાસ શરુ કરી છે. યુવકની લાશને લઈને અનેક સવાલો ઉઠ્યા છે. 

યુવરાજસિંહ જાડેજાએ પેપર લીક મામલે નામ સહિત કર્યા ખુલાસા

ગાંધીનગર:  યુવરાજસિંહ જાડેજાએ પેપર લીકને લઈને આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે, જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફોડાનારા 16 પૈકી 3 લોકો મોટા કૌભાંડ સાથે સંકળાયેલા છે. યુવરાજસિંહે આરોપ લગાવ્યો કે, ભાસ્કર ચૌધરીએ અગાઉ મેડિકલની પરિક્ષામા ભરતી કરાવી છે. રાજસ્થાન, હિમાચલ અને ઉત્તર પ્રદેશના ખોટા સર્ટિફિકેટનો ધંધો ચલાવતા હતા. આ ઉપરાંત આર એમ પટેલ લોર્ડ ક્રિષ્ના ટ્રસ્ટ વાળા પણ સંકળાયેલા છે. કેતન બારોટ અને હાર્દિક શાહ પણ આ લિંકમાં સંકળાયેલા છે. કેતન બારોટનું મોસાળ નરશિપુર આવેલું છે. અવિનાશ પટેલની પત્ની, બહેન અને અન્ય સગાઓ ઊર્જા વિભાગની ભરતીમાં લાગવગથી લાગેલા છે.

અવિનાશ પટેલ, દેવ પટેલ સહિતના લોકોએ ઊર્જા વિભાગમાં 300 લોકોને નોકરીમાં લાગવગથી લગાવેલા છે. ભાસ્કર ચૌધરી અને અવિનાશ પટેલ દરેક પેપર ફૂટ્યા તેમાં સંકળાયેલા છે. LRD પરીક્ષાનું પેપર ફૂટયું તેમાં મનહર પટેલ સંકળાયેલા છે. 2018માં tatનું પેપર ફૂટયું તેમાં પણ મનહર પટેલ સંકળાયેલા હતા. અત્યાર સુધીમાં તમામ કૌભાંડમાં અરવલ્લી એપિ સેન્ટર રહ્યું છે. દનાભાઈ ખોડાભાઇ ડાંગર 3 પેપર ફોડવામાં સામેલ છે. નવા કાયદામાં એવી જોગવાઈ કરાય કે 2014 પછીની તમામ પરીક્ષાની તપાસ કરવામાં આવે. નીસિકાંત સિંહા મુખ્ય આરોપી છે. ભાસ્કર ચૌધરી સીબીઆઈના સકંજામાં આવી જેલમાં ગયો હતો.  નિસિકાંત સિંહાએ જ ભાસ્કર ચૌધરીએ છોડાવ્યા છે. નીસિકાંત સિંહા આઇએએસ અને આઇપીએસ સાથે સારો ધરોબો ધરાવે છે. ગુજરાતમાં ફરજ બજાવતા બિહારના અધિકારીઓ સાથે ઘરોબો ધરાવે છે. આમ યુવરાજે અરવલ્લીની ગેંગ પેપર લીક અને ભરતી કીભાંડ આચારતી હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા.

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નારણભાઈ પટેલનું 102 વર્ષે નિધન

રાજકોટ જિલ્લાના જેતપુરના માજી ધારાસભ્ય નારણભાઈ પટેલનું 102 વર્ષે નિધન થયું છે. સ્વાતંત્ર્ય સેનાની એવા નારણભાઈ પટેલ વર્ષ 1962 અને 1967 બે ટર્મ કોંગ્રેસના પ્રતિક પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે આઝાદીની લડતમાં ભાગ લીધો હતો અને પેટલાદ ગામે વ્યાયામ શાળામાં રવિશંકર મહારાજ સાથે ગાંધીજીને રૂબરૂ મળ્યા હતા. ઉપરાંત જૂનાગઢની મિલિટરીમાં લશ્કરી તાલીમ પણ મેળવી હતી. ભુપત બહારવટિયાને પડકારવા બદલ તેમનું બહાદુરી મેડલ આપી બહુમાન કરવામાં આવ્યું હતું. તેમની અંતિમ યાત્રા આજે સાંજે પાંચ વાગ્યે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાઉથ કોરિયામાં મોટી દુર્ઘટના, લેન્ડિંગ સમયે પ્લેન રનવે પરથી ખસી જતાં થયું ક્રેશ, 23નાં મૃત્યુ
સાઉથ કોરિયામાં મોટી દુર્ઘટના, લેન્ડિંગ સમયે પ્લેન રનવે પરથી ખસી જતાં થયું ક્રેશ, 23નાં મૃત્યુ
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
PAN Card Full Form: પાન કાર્ડમાં PANનું ફૂલફોર્મ શું છે? તેના પર છપાયેલ ગાંધીજીની તસવીરની રોચક કહાની
PAN Card Full Form: પાન કાર્ડમાં PANનું ફૂલફોર્મ શું છે? તેના પર છપાયેલ ગાંધીજીની તસવીરની રોચક કહાની
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ ભેળસેળ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં શિખંડી કોણ?BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતાAmreli Farmer : અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં . ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાઉથ કોરિયામાં મોટી દુર્ઘટના, લેન્ડિંગ સમયે પ્લેન રનવે પરથી ખસી જતાં થયું ક્રેશ, 23નાં મૃત્યુ
સાઉથ કોરિયામાં મોટી દુર્ઘટના, લેન્ડિંગ સમયે પ્લેન રનવે પરથી ખસી જતાં થયું ક્રેશ, 23નાં મૃત્યુ
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
PAN Card Full Form: પાન કાર્ડમાં PANનું ફૂલફોર્મ શું છે? તેના પર છપાયેલ ગાંધીજીની તસવીરની રોચક કહાની
PAN Card Full Form: પાન કાર્ડમાં PANનું ફૂલફોર્મ શું છે? તેના પર છપાયેલ ગાંધીજીની તસવીરની રોચક કહાની
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Embed widget