શોધખોળ કરો

પંચમહાલની GFL કંપનીમાં બ્લાસ્ટમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, SDRFના સર્ચમાં વધુ એક મૃતદેહ મળ્યો

પંચમહાલના હાલોલમાં GFL કંપનીમાં બ્લાસ્ટ મુદ્દે હજુ પણ કંપનીમાં કામદારોનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.  આ આગની ઘટનામાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે.

પંચમહાલના હાલોલમાં GFL કંપનીમાં બ્લાસ્ટ મુદ્દે હજુ પણ કંપનીમાં કામદારોનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.  આ આગની ઘટનામાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે.  જે લોકો ગૂમ છે તેમની ડ્રોનની મદદથી તપાસ ચાલી રહી છે. હાલોલ પ્રાંત અધિકારીએ આ અંગે નિવેદન આપતા કહ્યું કે, કંપનીમાં ઈન્ડસ્ટ્રી સેફ્ટી ટીમ તેમજ જીપીસીબી મારફતે તલસ્પર્શી તપાસ હાથ ધરાઈ છે.  

ઘટનાના યોગ્ય કારણોની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરાશે.  આ કેસમાં મૃતકોના પરિવારને 20 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 7 લાખ રૂપિયા આપવાની કંપનીએ જાહેરાત કરી છે.

પંચમહાલમાં ઘોઘંબાના રણજીતનગર નજીકની GFL કંપનીમાં બ્લાસ્ટ થયો હતો.  પંચમહાલના ઘોઘંબામાં કંપનીમાં થયેલા વિસ્ફોટમાં  7  લોકોના મોત થયા છે.  મળતી જાણકારી અનુસાર સોલવંટ બનાવતા પ્લાંટમાં બ્લાસ્ટ થતા આગ લાગી હતી. જેના કારણે  ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.   વિસ્ફોટ  થતા તેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો. ઘટનાસ્થળથી અંદાજે પાંચ કિલોમીટર સુધી લોકોના અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો અનેપાંચ કિલોમીટરના વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો હતો.

પેપર લીક કાંડમાં વધુ બે આરોપીઓની કરાઈ અટકાયત

ગાંધીનગર:  હેડ ક્લાર્ક પેપર લીક કાંડમાં વધુ બે આરોપીઓની અટકાયત કરવવામાં આવી છે. ઉંછા ગામના જશવંત પટેલ અને પોંગલુના મહેંદ્ર પટેલની અટકાયત કરવામાં આવી છે. જશવંત પટેલ અને મહેંદ્ર પટેલ બંને વેવાઈ હોવાની  જાણકારી સામે આવી છે.   ગૌણ સેવા પસંદગી મંડળે લીધેલી હેડકલાર્કની પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો સરકારે કર્યો છે. પેપર લીક કરનાર 10 પૈકી 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બે આરોપીની અટકાયત કરવામાં આવી છે. 2 આરોપીઓ હજુ ફરાર છે. તમામ સામે સાબરકાંઠા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

મહેન્દ્ર પટેલ પોગલું ગામની ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચ પદનો ઉમેદવાર છે. પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આરોપી મહેન્દ્ર પટેલ ગ્રામ પંચાયતની ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત હતા તે દરમિયાન જ પરીક્ષાર્થીઓના ઘરે દેખાયા હતા. આરોપી મહેન્દ્ર પટેલ ગ્રામ પંચાયતની ચૂંટણી લડવા જોર શોરથી તૈયારી કરી રહ્યા હતા. સરપંચના ઉમેદવાર તરીકે મહેન્દ્ર પટેલના પ્રાંતિજના પોગલુ ગામમાં બેનર પણ ગામમાં લાગેલા છે.

પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. તેમજ આ કેસના ખૂટતી કડીઓને એકત્ર કરીને ઝડપથી આ કેસના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ કામે લાગી છે. આ અંગે ગાંધીનગર પોલીસના રેન્જ આઇજી અભયસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે આ કેસની તપાસ ખૂબ જ ઝડપથી કરવામાં આવી રહી છે. તેમજ આ કેસમાં સંડોવાયેલા તમામ લોકોને પોલીસ ઝડપથી પકડીને આ સમગ્ર રેકેટ કેવી રીતે ચાલતું હતું તે અંગે ખુલાસો કરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક!  BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક! BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક!  BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક! BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
EPFO Deadline Extended: EPFOએ આ કામ માટે સમયમર્યાદા વધારી, PF ખાતાધારકોને થશે ફાયદો
EPFOએ આ કામ માટે સમયમર્યાદા વધારી, PF ખાતાધારકોને થશે ફાયદો
Myths Vs Facts: શું હાર્ટ એટેકના મોટાભાગના હુમલામાં આ રોગ આનુવંશિક હોય છે? જાણો સત્ય
Myths Vs Facts: શું હાર્ટ એટેકના મોટાભાગના હુમલામાં આ રોગ આનુવંશિક હોય છે? જાણો સત્ય
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
Embed widget