Gujarat Rain: છોટાઉદેપુરમાં ભારે વરસાદથી જળબંબાકાર, ખેડૂત નદીમાં તણાયો, જુઓ વીડિયો
Gujarat Rain: છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના સીહાદા ગામે ધામણી નદી પ્રવાહમાં એક ખેડૂત તણાયો છે. સીહાદા ગામના વાલીયા ભાઈ રાઠવા પોતાના ખેતર થી પરત ફરી રહ્યા હતા તે સમયે ઘટના બની હતી.
Gujarat Rain: છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના સીહાદા ગામે ધામણી નદી પ્રવાહમાં એક ખેડૂત તણાયો છે. સીહાદા ગામના વાલીયા ભાઈ રાઠવા પોતાના ખેતર થી પરત ફરી રહ્યા હતા તે સમયે ઘટના બની હતી. નદીનો પ્રવાહ વધુ હોવા છતાં ખેડૂત પાણીમાં થઈ પસાર થઈ રહ્યો હતો. લોકોએ પાણીમાં થઈ પસાર ન થવા પણ જણાવ્યું હતું. અચાનક પાણીનું વહેણ વધતા ખેડૂત પાણીમાં તણાવા લાગ્યો હતો. હાલ આ ખેડૂત લાપતા છે અને આ વિસ્તારના લોકોએ તંત્રમાં જાણ કરી હતી.
છોટાઉદેપુરની ધામણી નદીમાં ખેડૂત તણાયો pic.twitter.com/JBOvjpcNck
— ABP Asmita (@abpasmitatv) September 16, 2023
તમને જણાવી દઈએ કે, હાલમાં છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદથી નદી નાળા છલકાયા છે. ચલામલી પાસે આવેલ રાજવાસણા આડબંધ ઓવરફ્લો થયો છે. ઉપરવાસ તેમજ જિલ્લામાં વરસાદના પલગે હેરણ નદીમાં પાણીની ભારે આવક થઈ છે. રાજવાસણા ડેમ ઓવરફ્લો થતા આહલાદક દ્રષ્યો સર્જાયા છે. સિંચાઈનું પૂરતું પાણી મળી રહેશે તેવી ખેડૂતોમાં આશા બંધાઈ છે.
ઓરસંગ નદીમાં ભારે પાણીની આવક
ઉપરવાસ મધ્યપ્રદેશ અને છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ પડવાને લઈને છોટાઉદેપુર જિલ્લાની જીવા દોરી ગણાતી ઓરસંગ નદીમાં ભારે પાણીની આવક થઈ છે. ઓરસંગ નદી બે કાંઠે વેહી રહી છે. છોટાઉદેપુર નજીક ઓરસંગ નદી ઉપર બમવવામાં ચેકડેમ પણ ઓવરફ્લો થતા આહલાદક દ્રષ્યો સર્જાયા છે. ઓરસંગ નદીમાં પાણીની આવક થતા જીલ્લાના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી ગણાતી ઓરસંગ નદીમાં ભારે પાણીની આવક છે અને સાથે સાથે ચેકડેમ ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો સર્જાયા છે. ઉપરવાસ મધ્યપ્રદેશ અને છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ પડવાને લઈને છોટાઉદેપુર જિલ્લાની જીવા દોરી ગણાતી ઓરસંગ નદીમાં ભારે પાણીની આવક થઈ છે. ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે. છોટાઉદેપુર નજીક ઓરસંગ નદી ઉપર બમવવામાં ચેકડેમ પણ ઓવરફ્લો થતા આહલાદક દ્રષ્યો સર્જાયા છે. ઓરસંગ નદીમાં પાણીની આવક થતા જીલ્લાના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. વહેલી સવારથી છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર થઈ રહી છે. બપોરના 2 વાગ્યા સુધી કવાંટમાં અઢી ઈંચ, છોટાઉદેપુરમાં 2, સંખેડામાં 2 ઈંચ, પાવીજેતપુર, બોડેલી અને નસવાડી તાલુકામાં દોઢ દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે.