શોધખોળ કરો
Advertisement
3 કેસ ધરાવતા આ જિલ્લામાં કોરોનાને કારણે થયું પ્રથમ મોત, 65 વર્ષની વ્યક્તિએ ગુમાવ્યો જીવ
સુરેન્દ્રનગર શહેરની મુખ્ય સરકારી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં વિરમગામના કોરોના પોઝિટિવ દર્દીનું મોડી રાત્રે મોત થયું હતું.
સુરેન્દ્રનગરઃ જિલ્લા માટે કોરોનાને લઈને ચિંતાના સમાચાર સામે આવ્યા છે. સુરેન્દ્રનગરમાં કોરોના વાયરસને કારણે પ્રથમ કોઈ દર્દીનું મોત થયું છે. સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દર્દીનું મોત થયું છે. કોરોના પોઝિટિવ દર્દીનું મોત નીપજતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ છે.
મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર શહેરની મુખ્ય સરકારી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં વિરમગામના કોરોના પોઝિટિવ દર્દીનું મોડી રાત્રે મોત થયું હતું. વિરમગામ ખાતે રહેતા ૬૫ વર્ષના વ્યક્તિને કોરોના પોઝિટિવ આવતા ગત તારીખ ૧૧ મે ના રોજ સારવાર અર્થે સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
નોંધનયી છે કે, સુરેન્દ્રમાં કોરનાને કારણે આ પ્રથમ મોત છે. સુરેન્દ્રનગરમાં અત્યાર સુધીમાં કુલ 3 કેસ કોરોનાના સામે આવ્યા છે. જેમાંથી 1 વ્યક્તિને ડિસ્ચાર્જ કરવામાં આવી છે. મોડી રાત્રે એક વ્યક્તિનું મોત થતા સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાને કારણે પ્રથમ મોત નોંધાયું છે. જિલ્લામાં અત્યારે સુધીમાં કુલ 501 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 142 લોકો કોરેન્ટાઈન હેઠળ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
અમદાવાદ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion