Vapi: યુવતીએ યુવકને ફ્લેટમાં બોલાવીને બાંધ્યા શરીર સંબધ, શરીર સુખ માણી લીધા પછી યુવતીએ શું કહ્યું ?
વાપીમાં બનેલી આ ઘટનામાં એક યુવતીએ યુવક સાથે વોટ્સઅપના માધ્યમથી મિત્રતા કેળવી હતી. બંને વચ્ચે પહેલા વાતચીત શરૂ થઈ હતી
વાપીઃ વાપીમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં એક યુવતીએ યુવકને પોતાને ઘરે બોલાવી તેની સાથે શરીર સુખ માણ્યું હતું. બંને શરીર સુખ માણતા હોય તેનો વીડિયો ઉતારીને યુવતીએ યુકને બ્લેકમેઈલ કરતાં યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
વાપીમાં બનેલી આ ઘટનામાં એક યુવતીએ યુવક સાથે વોટ્સઅપના માધ્યમથી મિત્રતા કેળવી હતી. બંને વચ્ચે પહેલા વાતચીત શરૂ થઈ હતી ને પછી મળવાનું નક્કી કરાયું હતું. યુવતીએ યુવકને શરીર સુખ માણવા માટે પોતાના ફ્લેટ પર બોલાવ્યો હતો.
યુવતીના નિમંત્રણથી ફ્લેટ પર ગયેલા યુવકે યુવતી સાથે શરીર સંબંધ બાંધ્યા હતા અને શરીર સુખ માણ્યું હતું. યુવતીએ યુવક સાથે ફ્લેટમાં માણેલી અંગત પળોનો વીડિયો ઉતારી લીધો હતો. એ પછી યુવતીએ બ્લેકમેઈલિંગ કરીને પોતે ઉતારેલી ક્લિપના બદલામાં રૂપિયા 5 લાખની માંગણી કરી હતી. યુવક સેક્સ ક્લિપના બદલામાં રૂપિયા ન આપે તો પરિવારને વીડિયો બતાવવાની યુવતીએ ધમકી આપી હતી. યુવતીના સાગરિતે પણ યુવકને બદનામ કરવાની ધમકી આપી હતી. યુવતી દ્વારા સતત અપાતી ધમકી અને બ્લેકમેઈલિંગથી કંટાળીને યુવકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં એક મહિલા અને એક પુરુષ સામે એફઆઈઆર દાખલ કરાઈ છે. વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.