શોધખોળ કરો

Gandhinagar: રાજય સરકારનો મહત્વનો નિર્ણય: આ મહિલાઓને લગ્ન માટે મળતી 20 હજારની સહાય વધારીને દોઢ લાખ કરી

Gandhinagar:  મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું છે કે, નારી સંરક્ષણ ગૃહો/કેન્દ્રો તથા ગ્રાંટેડ પ્રિવેન્ટીવ રેસ્ક્યુ સેન્ટર ખાતે આશ્રીત બહેનોના પુન:જીવન માટે રાજ્ય સરકારે તેમને મળતી લગ્ન સહાયમાં વધારો કર્યો છે.

Gandhinagar:  મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું છે કે, નારી સંરક્ષણ ગૃહો/કેન્દ્રો તથા ગ્રાંટેડ પ્રિવેન્ટીવ રેસ્ક્યુ સેન્ટર ખાતે આશ્રીત બહેનોના પુન:જીવન માટે રાજ્ય સરકારે તેમને મળતી લગ્ન સહાય રૂ. ૨૦,૦૦૦/- થી વધારી રૂ. ૧,૫૦,૦૦૦/- નો નોંધપાત્ર વધારો કરવાની અંદાજપત્રમાં જાહેરાત કરી હતી. અંદાજપત્રમાં કરાયેલ જાહેરાતનો ત્વરિત અમલ કરી ભાવનગરના નારી સંરક્ષણ ગૃહની દિકરીને મંત્રી ભાનુબેનના હસ્તે આજે ઓનલાઈન સહાય ચૂકવવામાં આવી હતી.

તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહિલાઓના સર્વાંગી વિકાસ અને આર્થિક ઉત્થાન માટે અનેકવિધ નિર્ણયો કરાયા છે અને બજેટમાં કરાયેલ નવી જાહેરાતનો પણ સત્વરે આજથી અમલ શરૂ થઈ ગયો છે. જે અતર્ગત રાજ્ય સરકાર દ્વારા સંચાલિત નારી સંરક્ષણ ગૃહો/કેન્દ્રો તથા ગ્રાંટેડ પ્રિવેન્ટીવ રેસ્ક્યુ સેન્ટર ખાતે આશ્રિત મહિલાઓ સન્માનપુર્વક જીવન જીવી શકે માટે લગ્ન સહાય તરીકે રૂા. ૨૦,૦૦૦/-ની સહાય ચુકવવામાં આવતી હતી. તેમા ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટમાં મુખ્ય મંત્રી દ્વારા મહિલા કલ્યાણલક્ષી ઉદાર નીતિ થકી વધુ એક નિર્ણય કરીને આશ્રિત દીકરીના લગ્ન સહાયની રકમ રૂા. ૨૦,૦૦૦/- થી વધારી રૂ. ૧,૫૦,૦૦૦/- કરવાનો નિર્યણ કરવામાં આવ્યો છે. જેમા રૂ. ૫૦,૦૦૦/- દીકરીનાં બેંક ખાતામાં સીધા DBT થી અને રૂ. ૫૦,૦૦૦/-  નેશનલ સેવીંગ સર્ટિફિકેટ (NSC) તેમજ રૂ. ૫૦,૦૦૦/- લગ્ન માટે આનુષાંગિક ખર્ચ માટે ચૂકવવામાં આવશે.

અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં યોજાશે

શિક્ષક કભી સાધારણ નહિ હોતા. ચાણક્ય દ્વારા કહેવાયેલું આ વાક્ય વર્ષોથી સાર્થક થતું હોય તેમ દેશના પ્રધાનમંત્રીની લઇને રાષ્ટ્રપતિ પણ શિક્ષકોને સન્માન આપતા રહ્યા છે. વધુ એક આવી ઘટના ગુજરાતમાં બનવા જઈ રહી છે. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનું 29મુ રાષ્ટ્રીય અધિવેશન 12 અને 13મી મે દરમિયાન ગાંધીનગરના વલાદ ખાતે યોજાશે. ઇતિહાસમાં પ્રથમ વાર અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં યોજાઈ રહ્યું છે. બે દિવસના આ અધિવેશનનો પ્રારંભ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરાવશે. ગુજરાત અને દેશભરમાંથી આવેલા શિક્ષકોને પ્રધાનમંત્રી સંબોધશે. અધિવેશનમાં શિક્ષક, શિક્ષણ, શિક્ષણ નીતિ વગેરે બાબતો અંગે ચર્ચા થશે. આ અધિવેશનમાં ગુજરાત અને દેશમાંથી 80 હજાર શિક્ષકો આવવાનો અંદાજ આયોજકો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.

વર્ષ 1954માં પ્રથમ વખત અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘની અધિવેશન યોજાયું હતું. ત્યારબાદ કુલ 28 રાષ્ટ્રીય અધિવેશન યોજાયા અને હવે શુક્રવારથી 29માં બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. શરૂઆતમાં દર વર્ષે અને ત્યારબાદ દર બે વર્ષે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના અધિવેશન યોજાતા રહ્યા. ક્યારેક કેટલાક વર્ષોના અંતરે પણ અધિવેશન યોજાયા છે.  દેશના વિવિધ રાજ્યોમાં આ અધિવેશન યોજાતા રહ્યા છે. જેમાં ઇતિહાસમાં પ્રથમ વખત આ વખતે ગુજરાત અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનનું યજમાન બન્યું છે.

ભૂતકાળમાં ક્યાં અને ક્યારે અધિવેશન યોજાયું હતું.?

1954  નાગપુર- મહારાષ્ટ્ર 
1955 જગન્નાથપુરી-ઓરિસ્સા 
1956 કાનપુર-ઉત્તરપ્રદેશ 
1957 કલકત્તા-પશ્ચિમ બંગાળ 
1959 મુંબઈ મહારાષ્ટ્ર
1962 ગૌહાટી-આસામ
1964 પટના-બિહાર
1968 હૈદરાબાદ 
1971 જલંધર;પંજાબ
1975 દિલ્હી
1977 મુંબઈ-મહારાષ્ટ્ર
1979 ચેન્નાઇ-તામિલનાડુ
1981 ન્યુ દિલ્હી
1984 પટના-બિહાર
1986 ન્યુ દિલ્હી
1988 ન્યુ દિલ્હી
1990 હરિદ્વાર-ઉત્તરપ્રદેશ
1994 ચેન્નાઈ-તામિલનાડુ
1996 ભુવનેશ્વર-ઓરિસ્સા 
1998 ત્રિચુર-કેરાલા
2000 આનંદપુર-પંજાબ
2002 બેગ્લોર-કર્ણાટક
2005 નાગપુર-મહારાષ્ટ્ર
2007 જયપુર-રાજસ્થાન
2010 કુરુક્ષેત્ર-હરિયાણા
2013 ગૌહાટી-આસામ
2015 બેંગ્લોર-કર્ણાટક
2018 બૌધ ગયા -બિહાર 

અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનનું ઉદ્દઘાટન કરનાર નરેન્દ્ર મોદી દેશના ચોથા પ્રધાનમંત્રી બનશે. અગાઉ પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. જવાહરલાલ નહેરુ, સ્વ. ઈન્દીરા ગાંધી અને સ્વ. રાજીવ ગાંધી પણ રાષ્ટ્રીય અધિવેશનમાં હાજર રહ્યા હતા. આ ઉપરાંત રાષ્ટ્રપતિ એ પી જે અબ્દુલ કલામ અને રાજનાથસિંહ પણ રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપી ચૂક્યા છે.

અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ 24 રાજ્યો સાથે સંલગ્નતા ધરાવે છે. દેશના 30 લાખ પ્રાથમિક શિક્ષકો આ સંગઠન સાથે જોડાયેલા છે. ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે યોજાનાર રાષ્ટ્રીય અધિવેશનમાં કુલ 24 જેટલા રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘ હાજર રહેશે. જેમાં આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, દિલ્હી, ગોવા, હરિયાણા, હિમાચલપ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણીપુર, મેઘાલય, મિઝોરમ, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળના પ્રાથમિક શિક્ષક સંઘના સભ્યો અને પદાધિકારીઓ હાજર રહેશે. આમ કુલ 24 રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘના પદાધિકારીઓ અને સભ્યો ગુજરાતમાં હાજરી આપશે.  આ અધિવેશનમાં શિક્ષકોની કામગીરી અને શિક્ષણ બાબતે ખાસ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત અલગ અલગ રાજ્યમાં શિક્ષકોને પડી રહેલી તકલીફ અને શિક્ષણમાં નવી કામગીરી બાબતે પણ એક બીજા સાથે ચર્ચા કરવામાં આવશે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
NEET UG 2024 Row: પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
Embed widget