શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં હવે ટ્રાફિક પોલીસ લોકો પાસેથી આ રીતે વસૂલશે દંડ? જાણો વિગત
આગામી દિવસમાં હવે ટ્રાફિક વિભાગ પણ ડીજીટલ થવા જઈ રહ્યો છે અને ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે ઓનલાઈન પેમેન્ટ એપ દ્વારા ટ્રાફિકનો દંડ લેવા માટે પોલીસ કામ કરી રહી છે
અમદાવાદ: નવા ટ્રાફિક નિયમો હાલ ગુજરાત સહિત દેશમાં લાગુ થઈ ગયા છે. આરટીઓ અને પીયુસી સેન્ટર બહાર લાંબી લાઈનો જોવા મળી રહી છે. તો સરકારે પણ ટ્રાફિક નિયમની મુદતમાં થોડી છૂટછાટ આપી છે. ત્યારે આગામી દિવસમાં હવે ટ્રાફિક વિભાગ પણ ડીજીટલ થવા જઈ રહ્યો છે અને ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે ઓનલાઈન પેમેન્ટ એપ દ્વારા ટ્રાફિકનો દંડ લેવા માટે પોલીસ કામ કરી રહી છે. આ માટે ગૃહ વિભાગે વિવિધ બેંકો અને ઓનલાઈન પેમેન્ટ કંપનીઓ સાથે વાતચીત શરૂ કરી દીધી છે.
અત્યારે ગુજરાતમાં ટ્રાફિક પોલીસ થકી મેન્યુઅલી દંડ વસૂલવામાં આવે છે. જોકે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા તેમની વેબસાઈટમાં ઓનલાઈન દંડ ભરી શકાય છે પરંતુ હવે ટ્રાફિક પોલીસના હાથમાં જ સ્વાઈપ મશીન જોવા મળશે. જેને કારણે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડથી તમે પેમેન્ટ કરી શકશો. તો ઓનલાઈન પેમેન્ટ માટે પણ ટ્રાફિક પોલીસે કવાયત હાથ ધરી છે.
પ્રારંભિક તબક્કે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ટ્રાફિક પોલીસને સ્વાઈપ મશીન આપવામાં આવશે. જેથી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વ્યક્તિ પાસેથી ઓનલાઈન પેમેન્ટ વસૂલી શકાશે. હાલ તો આ સિસ્ટમ નાણાં વિભાગની મંજૂરી મળ્યાં બાદ ગુજરાતમાં અમલ કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
સમાચાર
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion