Gujarat High-court: ભારે વરસાદની સ્થિતિને લઇને હાઇકોર્ટે કર્યો મહત્વનો નિર્ણય જાણો ચીફ જસ્ટિસે શું કર્યો આદેશ
ભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને લઈને કોર્ટની કાર્યવાહી મુદ્દે હાઇકોર્ટે મહત્વનો નિર્ણય લીધો છે. ચીફ જસ્ટિસ દેસાઈના નિર્દેશથી આદેશ કરવામાં આવ્યા છે, શું છે સમગ્ર નિર્ણય જાણીએ
Gujarat High-court: ભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને લઈને કોર્ટની કાર્યવાહી મુદ્દે હાઇકોર્ટે મહત્વનો નિર્ણય લીધો છે. ચીફ જસ્ટિસ દેસાઈના નિર્દેશથી આદેશ કરવામાં આવ્યા છે, શું છે સમગ્ર નિર્ણય જાણીએ
ગુજરાત રાજ્ય પર હાલ વરસાદી ત્રણ સિસ્ટમ એક્ટિવ છે. જેના પગલે રાજ્યમાં મૂશધાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદની સ્થિતિને લઇને હાઇકોર્ટે કોર્ટની કાર્યવાહી અને સુનાવણીના મુદ્દે એક મહત્વનો નિર્ણય લીધો છે. હોઇકોર્ટ ચીફ જસ્ટિસે આદેશ કર્યો છે કે, વરસાદની સ્થિતિને ઘ્યાનમાં રાખીને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ જિલ્લા કોર્ટની કાર્યવાહીના સમયમાં ફેરફાર કરવા મુદ્દે અને કાર્યવાહી મુલતવી રાખવા મામલે નિર્ણય લઇ શકશે. ઉલ્લેખનિય છે કે. આ આદેશ માત્ર ભારે વરસાદની સ્થિતિના સમય પૂરતો જ કરવામા આવ્યો છે. હાલ વરસાદની સ્થિતિના કારણે મર્યાદિત સમય માટે જિલ્લા કોર્ટની કાર્યવાહી ચાલુ રાખવી કે બંધ તે મુદ્દે નિર્ણય લેવાની સત્તા હાઇકોર્ટના ચીફ જસ્ટિસે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજને આપી છે.
ગુજરાત હાઇકોર્ટે આ નિર્દેશ વરસાદની રાજ્યની સ્થિતિને જોતા આપ્યા છે. ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભાર વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢમાં ભારે વરસાદ વરસી રહ્યાં છે. દક્ષિણ ગુજરાતમાં પણ અનેક જિલ્લામાં ધોધમાર વરસાદની સ્થિતિ છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં વાવાઝોડા સાથે ભારે વરસાદની શક્યતાનો અનુમાન છે. પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગરમાં હળવા વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે. અમરેલી, ભરૂચ, સુરતમાં પવન સાથે વરસાદનો અનુમાન છે. નવસારી, આણંદ, અમદાવાદમાં પવન સાથે વરસાદની આગાહી છે.વલસાડ,ડાંગ, તાપી, ખેડા,દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ મધ્યમ વરસાદનો અનુમાન છે.
હવામાન વિભાગે રાજ્યમાં આજથી ત્રણ દિવસ અનેક વિસ્તારો માટે ભારે વરસાદની આગાહી કરી છે. આજે અમરેલી, ભાવનગર, વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ છે તો દીવ, જૂનાગઢ, ગીર સોમનાથમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે વલસાડ અને નવસારીમાં ભારે વરસાદનો અનુમામ છે. પોરબંદર, રાજકોટ, બોટાદ, આણંદમાં સામાન્યથી વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરા, ભરૂચ, સુરત, તાપી, અમદાવાદમાં પણ આજે ભાર વરસાદનો અનુમાન છે.