શોધખોળ કરો

ગુજરાતમાં આ દિવસથી વધશે વરસાદનું જોર, હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે

ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે એક જૂલાઇથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે આજે અને આવતીકાલે છૂટોછવાયો વરસાદ વરસશે પરંતુ  શુક્રવારથી ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસશે. તેમાં પણ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે. હવામાન વિભાગના મતે ઉત્તર ગુજરાતના અરવલ્લી,બનાસકાંઠા,સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં  મૂશળધાર વરસાદ વરસશે. તો દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ અને નવસારીમાં ધોધમાર વરસાદ વરસશે.

ઉપરાંત કચ્છ, દાહોદ, મહીસાગર,અને છોટાઉદેપુર જિલ્લામાં પણ ભારે વરસાદ વરસશે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાશે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં પ્રતિ કલાક 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે.

Gandhinagar: રાજ્યમાં વરસાદ ખેંચાતાં સરકારે કરી આ જાહેરાત, ખરીફ પાકને થશે ફાયદો

રાજ્યના દક્ષિણ ભાગ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓને બાદ કરતાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાયો છે. ગુજરાતમાં હાલના તબક્કે વરસાદ ઓછો થયો છે ત્યારે રાજ્ય સરકારે ખેડૂતોના ખરીફ પાક માટે મોટી જાહેરાત કરી છે. આજે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, "રાજ્ય સરકારે આજથી નર્મદા નહેરમાં પાણી છોડવાનો નિર્ણય કર્યો છે." 

આજથી નર્મદાનું પાણી છોડાશેઃ
ગુજરાતમાં હાલના તબક્કે વરસાદ ઓછો થયો છે અને વરસાદ ખેંચાયો છે. આ સ્થિતિમાં ખરીફ પાકોનું વાવેતર કરવામાં મોડું થઈ રહ્યું છે આ સાથે આગોતરું વાવેતર કરનાર ખેડૂતોને પણ ખરીફ પાક માટે પાણીની જરુર છે. ત્યારે રાજ્ય સરકારે નર્મદા નહેરો અને તેના તળાવો ભરવ માટે નિર્ણય કર્યો છે. આ માટે નર્મદા મુખ્ય નહેરમાં 17000 ક્યુસેક પાણી છોડવામાં આવશે. ઋષિકેશ પટેલે જણાવ્યું કે, અનેક જગ્યાએથી પાણી છોડવા માગણીઓ કરવામાં કરી હતી. તેથી સરકારે નર્મદામાં પાણી છોડવાનો નિર્ણય લીધો છે. આ પાણીથી 11 લાખ હેકટર જમીનના ખેડૂતો લાભ મળશે. 

કરમાવદ તળાવ ટૂંક સમયમાં ભરાશેઃ
મહત્વનું છે, નર્મદા કેનાલમાં પાણી છોડીને એક જ અઠવાડિયામાં આ તળાવો ભરવામાં આવશે. આ સાથે તાજેતરમાં બનાસકાંઠાના કરમાવદ તળાવ ભરવા માટે  થયેલા આંદોલન બાદ સરકાર એક્ટિવ થઈ છે અને ટૂંક સમયમાં તળાવ ભરવાના કામને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવશે અને 500 કરોડના ખર્ચે કરમાવદ અને મુક્તેશ્વર તળાવ ભરવાનો નિર્ણય કરવામાં આવી રહ્યો હોવાનું ઋષિકેશ પેટેલ જણાવ્યું હતું. 

કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે તા. ૨૭/૦૬/૨૦૨૨ સુધીમાં અંદાજિત ૧૯,૬૮,૭૨૨ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે તથા ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન ૨૫,૦૨,૨૮૮ હેક્ટર વાવેતર થયેલ હતું. સિંચાઇ વિભાગના જણાવ્યા અનુસાર સરદાર સરોવર જળાશયમાં ૧,૪૮,૩૫૮ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશકિતના ૪૪.૪૧% છે. રાજ્યનાં ૨૦૬ જળાશયોમાં ૧,૮૫,૭૧૯ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશકિતના ૩૩.૨૭% છે. હાલમાં રાજ્યમાં કોઈ જળાશય એલર્ટ કે હાઇ એલર્ટ પર નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Embed widget