(Source: ECI/ABP News/ABP Majha)
Rain Forecast: રાજ્યના આ વિસ્તારમાં અતિ ભારે વરસાદની આગાહી, જાણો ક્યા જિલ્લામાં આપ્યું રેડ એલર્ટ
બંગાળામાં સર્જાયેલા લો પ્રેશરના કારણ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે સંઘ પ્રદેશ દમણ,દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે
Rain Forecast: બંગાળામાં સર્જાયેલા લો પ્રેશરના કારણ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે સંઘ પ્રદેશ દમણ,દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે અને હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે. આ સાથે અન્ય જિલ્લામાં પણ રેડ એલર્ટ આપ્યું છે.
આજે ક્યા રેડ એલર્ટ ?
હવામાન વિભાગના અનુમાન મુજબ આજે ભાવનગર,વલસાડ,દમણ,દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે. અતિ ભારે વરસાદના અનુમાનને લઇને હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે.
આજે ક્યા ઓરેન્જ એલર્ટ ?
હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્ય હજુ પણ આગામી 3 દિવસ અતિ ભારેથી સામાન્ય વરસાદ રાજ્યના જુદા જુદા જિલ્લામાં ભારેથી સામાન્ય વરસાદન આગાહી કરી છે. હવામાન વિભાગે અમરેલી, ગીર સોમનાથ,
અમદાવાદ,આણંદ,ભરૂચ,બનાસકાંઠા,સાબરકાંઠા,દીવમાં વરસાદની શક્યતાને જોતા ઓરેંજ એલર્ટ આપ્યું છે.
આજે ક્યા યલો એલર્ટ ?
બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે રાજ્યભરમાં મેઘમહેરની સ્થિતિ છે. સૌરાષ્ટ્રમા સૌથી વધુ વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આજે પણ સૌરાષ્ચ્રના રાજકોટ, સુરેન્દ્રનગર, તેમજ બોટાદમાં ભારેથી સામાન્ય વરસાદ વરસી શકે છે. તો વડોદરા, સુરત અને નવસારમાં પણ ભારેથી સામાન્ય વરસાદનું અનુમાન છે. વરસાદની તીવ્રતા અને શક્યતાને જોતા હવામાન વિભાગે રાજકોટ,બોટાદ,સુરેન્દ્રનગર,વડોદરા,સુરત યલો એલર્ટ આપ્યું છે.
આજે અરવલ્લી,ખેડા, આણંદ, પંચમહાલમાં વરસાદની શક્યતા છે. તો મહીસાગર, વડોદરા, ભરૂચમાં પણ વરસાદ વરસી શકે છે.સુરત, ડાંગ, તાપીમાં પણ વરસાદની આગાહી છે.નવસારી, વલસાડ, દાહોદમાં પણ વરસાદની શક્યતા છે. છોટા ઉદેપુર, નર્મદા, દાદરાનગર હવેલીમાં વરસાદની શક્યતા છે. સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલીમાં વરસાદની શક્યતા છે. ભાવનગર, કચ્છમાં પણ વરસાદનું અનુમાન છે. પાટણ, મહેસાણામાં હળવા વરસાદની શક્યતા છે. સાબરકાંઠા, બનાસકાંઠામાં પણ આજે વરસાદ વરસી શકે છે. ઉપરાંત પોરબંદર, જૂનાગઢ, દ્વારકામાં પણ આજે વરસાદ વરસી શકે છે.જામનગર, ગીર સોમનાથ, મોરબી, દીવમાં પણ આજે વરસાદી માહોલ રહેશે.
અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો કેટલો વરસાદ વરસ્યો
ઝોનઃકચ્છ
વરસાદઃ119.90 ટકા
ઝોનઃઉત્તર ગુજરાત
વરસાદઃ55.97 ટકા
ઝોનઃમધ્ય ગુજરાત
વરસાદઃ49.02 ટકા
ઝોનઃસૌરાષ્ટ્ર
વરસાદઃ92.02 ટકા
ઝોનઃદક્ષિણ ગુજરાત
વરસાદઃ49.82 ટકા
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial