Gujarat Rain: સુરત, નવસારી, વલસાડ અને દમણમાં હવામાન વિભાગે અતિભારે વરસાદની કરી આગાહી
ગુજરાતના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી જાહેર કરવામાં આવી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.
અમદાવાદ: ગુજરાતના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી જાહેર કરવામાં આવી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે અન્ય કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. ઘણા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે.
ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું
ઠંડર સ્ટોર્મ એક્ટિવિટીના કારણે વરસાદ વરસશે. સાયકલોનીક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અતિભારે વરસાદને લઈ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
જયારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, મહીસાગર, વડોદરા, ભરૂચ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે. ગુજરાતમાં સિઝનનો વરસાદમાં 3 ટકા ઓછો રહ્યો છે.
ભારે વરસાદ ની ચેતવાણી#gujarat #weather #WeatherUpdate pic.twitter.com/mJjX9GXs3y
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) July 8, 2024
સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદ થવાની શક્યતા નથી.સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ ઉપરાંતના સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, દાહોદ, પંચમહાલ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દાદર નગર હવેલી, દમણ, અરવલ્લી, મહીસાગર માં છૂટાછવાયા સ્થળો પર વરસાદની આગાહી કરવામાં આવી છે.
બુધવારે કચ્છ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંતના અન્ય જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.
ગુરુવારે તમામ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
શુક્રવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે.