Rain forecast: રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ આવશે, આ તારીખથી ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
હવામાન વિભાગે રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરી હતી
ગાંધીનગરઃ હવામાન વિભાગે રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરી હતી. રાજ્યમાં આગામી સાત અને આઠ જૂલાઇથી સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ વરસશે. પૂર્વ-પશ્ચિમ તરફનું દબાણ વધવાના લીધે જોવા રાજ્યમાં અસર જોવા મળશે.
6 જૂલાઈથી રાજ્યમાં વરસાદના બીજા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. 6 જુલાઇથી વરસાદનું પ્રમાણ વધવાની આગાહી હવામાન વિભાગે કરી હતી. મુખ્યત્વે પૂર્વ અને પશ્ચિમ તરફના દબાણ વધવાના કારણે વરસાદનો બીજો રાઉન્ડ આવશે. 7 અને 8 જુબલાઈના રોજ વલસાડ, દમણ દાદરા નગર હવેલી, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 7 જુલાઈના અમરેલી, ભાવનગર, જૂનાગઢ, બોટાદ, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસશે. હવામાન વિભાગના મતે 4 જુલાઈથી પવનની ગતિ વધશે. આ કારણોસર 4 થી 7 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. આગાહીકાર અંબાલાલ પટેલના અનુસાર, ગુજરાતમાં આગામી દિવસોમાં બે તબક્કામાં મન મૂકીને વરસશે મેઘરાજા. અંબાલાલ પટેલના મતે 7 થી 15 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. ત્યારબાદ 25 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન ફરી એક વખત સારો વરસાદ વરસશે.
અંબાલાલ પટેલે શું કરી આગાહી
છોટા ઉદેપુર, ડાંગ, નર્મદા,નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમા હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ રહે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદ વરસવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુાસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદની આગાહીને લઈ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે