શોધખોળ કરો

Gujarat Cold: રાજ્યમાં કાતિલ ઠંડીને લઈ હવામાન વિભાગે કરી આગાહી

હાલ રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નથી. હાલ ઉત્તર તરફથી પવનો આવી રહ્યા હોવાના કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

ગાંધીનગર:  હાલ રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નથી. હાલ ઉત્તર તરફથી પવનો આવી રહ્યા હોવાના કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.  પરંતુ તાપમાનનો ટ્રેન્ડ વધવા તરફ આગળ જવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઉત્તર ભારતના રાજ્યોમાં તાપમાન વધી રહ્યુ છે એટલે ઠંડી ઓછી થઇ રહી છે. મધ્ય ભારતના વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા છે. 

બે રાજ્યોમાં શીત લહેરનું એલર્ટ

ભારતીય હવામાન વિભાગ દ્વારા  દેશના અનેક રાજ્યો માટે સામાન્યથી ભારે વરસાદ અને બે રાજ્યોમાં શીત લહેરનું એલર્ટ આપ્યું છે.  ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાઇ રહ્યા છે અને હવામાન વિભાગ દ્વારા તાપમાન નીચું જવાની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ઠંડીનું જોર વધશે. ગુજરાતના દરિયાકાંઠે ઉત્તર પૂર્વના પવન ફૂંકાશે. આ સાથે પવનની ગતિ પ્રતિ કલાકે 30થી 40 કિલોમીટરની ઝડપની રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.  રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સુકૂં રહેશે. વરસાદની કોઇ શક્યતા નથી. તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. આગામી પાંચ દિવસ તાપમાન યથાવત રહેશે.

રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની કોઈ આગાહી નથી. હવામાન વિભાગ અનુસાર,  પંજાબ, હરિયાણા, ચંડીગઢ, ઉત્તરાખંડ, ઉત્તર રાજસ્થાનમાં લઘુત્તમ તાપમાન 4-8 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું છે.  દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશમાં 8થી 12 ડિગ્રી નોંધાયું છે.

હાલ સમગ્ર ગુજરાત ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ત્રણ દિવસ ગુજરાતમાં કાતિલ ઠંડી રહેશે. અનેક શહેરોમાં ઠંડીનો પારો ગગડશે. આગામી સમયમાં અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડીનો અનુભવ થશે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાનનો પારો 15 ડિગ્રી રહેવાની આગાહી કરવામાં આવી છે.  ગુજરાતના અનેક શહેરોમાં તાપમાનનો પારો ગગડી રહ્યો છે. અનેક શહેરમાં કાતિલ ઠંડી પડી રહી છે. ફેબુઆરી મહિનામાં ઠંડીનું જોર વધ્યું છે. કારણ કે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં રાજ્યમાં જોઈએ તેવી ઠંડી પડી નથી.  

અરબી સમુદ્રમાંથી ભેજ આવવાને કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ગુજરાતના  અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 12 ફેબ્રુઆરી સુધી શિયાળા જેવો માહોલ જામશે. રાજ્યમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતાઓ છે.

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial
 
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Chhattisgarh: બીજાપુર-દંતેવાડા બોર્ડર પર એન્કાઉન્ટરમાં 18 નક્સલી ઠાર, 1 જવાન શહીદ
Chhattisgarh: બીજાપુર-દંતેવાડા બોર્ડર પર એન્કાઉન્ટરમાં 18 નક્સલી ઠાર, 1 જવાન શહીદ
Demolition:અમદાવાદ સહિત આ શહેરમાં મોટાપાયે ડિમોલિશન,ભાવનગરમાં વિરોધ-વિવાદ વચ્ચે કામગીરી
Demolition:અમદાવાદ સહિત આ શહેરમાં મોટાપાયે ડિમોલિશન,ભાવનગરમાં વિરોધ-વિવાદ વચ્ચે કામગીરી
IPL 2025: રાજસ્થાન રોયલ્સે સેમસનને કેપ્ટનશીપમાંથી કેમ હટાવ્યો? થયો મોટો ખુલાસો
IPL 2025: રાજસ્થાન રોયલ્સે સેમસનને કેપ્ટનશીપમાંથી કેમ હટાવ્યો? થયો મોટો ખુલાસો
Chahal Dhanashree Divorce: યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા પર આવી ગયો કોર્ટનો નિર્ણય
Chahal Dhanashree Divorce: યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા પર આવી ગયો કોર્ટનો નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha: ભાચલવા નજીક ત્રિપલ અકસ્માતમાં એકનું મોત, ત્રણ ટેન્કરો વચ્ચે ભયાનક અકસ્માતSharemarket News: માર્કેટમાં આજે ભારે ઉછાળો, નિફ્ટીમાં 120થી વધુ પોઈન્ટનો ઉછાળોKutch: સરહદીય વિસ્તાર દયાપરમાં ઝડપાયું નકલી ક્લીનક અને નકલી મહિલા તબીબRajkot: તબીબની બેદરકારીથી બાળકનો ગયો જીવ!, ઓપરેશન થિયેટરમાં લઈ ગયાની 15 મીનિટમાં મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh: બીજાપુર-દંતેવાડા બોર્ડર પર એન્કાઉન્ટરમાં 18 નક્સલી ઠાર, 1 જવાન શહીદ
Chhattisgarh: બીજાપુર-દંતેવાડા બોર્ડર પર એન્કાઉન્ટરમાં 18 નક્સલી ઠાર, 1 જવાન શહીદ
Demolition:અમદાવાદ સહિત આ શહેરમાં મોટાપાયે ડિમોલિશન,ભાવનગરમાં વિરોધ-વિવાદ વચ્ચે કામગીરી
Demolition:અમદાવાદ સહિત આ શહેરમાં મોટાપાયે ડિમોલિશન,ભાવનગરમાં વિરોધ-વિવાદ વચ્ચે કામગીરી
IPL 2025: રાજસ્થાન રોયલ્સે સેમસનને કેપ્ટનશીપમાંથી કેમ હટાવ્યો? થયો મોટો ખુલાસો
IPL 2025: રાજસ્થાન રોયલ્સે સેમસનને કેપ્ટનશીપમાંથી કેમ હટાવ્યો? થયો મોટો ખુલાસો
Chahal Dhanashree Divorce: યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા પર આવી ગયો કોર્ટનો નિર્ણય
Chahal Dhanashree Divorce: યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા પર આવી ગયો કોર્ટનો નિર્ણય
Bhavnagar:  માલધારી સમાજની 75 હજારથી વધુ દીકરીઓએ ગોપી હુડો રાસ રમીને બનાવ્યો વિશ્વ રેકોર્ડ
Bhavnagar: માલધારી સમાજની 75 હજારથી વધુ દીકરીઓએ ગોપી હુડો રાસ રમીને બનાવ્યો વિશ્વ રેકોર્ડ
ગેરકાયદેસર સટ્ટાબાજી એપનું પ્રમોશન કરનાર ફિલ્મ સ્ટાર્સની મુશ્કેલી વધી, રાણા દગ્ગુબાતી સહિત 25 લોકો સામે FIR દાખલ
ગેરકાયદેસર સટ્ટાબાજી એપનું પ્રમોશન કરનાર ફિલ્મ સ્ટાર્સની મુશ્કેલી વધી, રાણા દગ્ગુબાતી સહિત 25 લોકો સામે FIR દાખલ
ધોની હજુ ચાર વર્ષ ક્રિકેટ રમશે, IPL 2025 પછી પણ નહીં લે સંન્યાસ, ચોંકાવનારા દાવાથી ખળભળાટ
ધોની હજુ ચાર વર્ષ ક્રિકેટ રમશે, IPL 2025 પછી પણ નહીં લે સંન્યાસ, ચોંકાવનારા દાવાથી ખળભળાટ
Accident: રોડ દુર્ઘટનાની હારમાળા, સુરતમાં 2 વર્ષનો માસૂમ ટ્રકમાં કચડાયો, રીક્ષાચાલકનું કમકમાટીભર્યુ  મોત, ડિસામાં ટ્રિપલ અકસ્માત
Accident: રોડ દુર્ઘટનાની હારમાળા, સુરતમાં 2 વર્ષનો માસૂમ ટ્રકમાં કચડાયો, રીક્ષાચાલકનું કમકમાટીભર્યુ મોત, ડિસામાં ટ્રિપલ અકસ્માત
Embed widget