શોધખોળ કરો

ખેડૂતો માટે ચિંતાના સમાચાર, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણા ક્યાં વિસ્તારમાં માવઠું પડશે

હવામાન વિભાગની આગાહી અનુસાર એક ઇન્ડ્યુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા વરસાદ પડી શકે છે.

Gujarat weather: રાજ્યમાં ગરમીના પ્રકોપની વચ્ચે આજે અનેક જગ્યાએ માવઠું પડ્યું હતું ત્યારે હવે હવામાન વિભાગની આગાહી સાંભળીને ખેડૂતોની ચિંતા વધી શકે છે. હવામાન વિભાગે રાજ્યમાં હજુ પણ વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર એક ઇન્ડ્યુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા વરસાદ પડી શકે છે. આગામી 24 કલાક ગાજવીજ સાથે છુટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

હવામાન વિભાગના કહેવા અનુસાર, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલમાં વરસાદ પડશે. આ ઉપરાંત દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જામનગર, દ્વારકા અને કચ્છમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર ભેજનું પ્રમાણ વધતા સામાન્ય વરસાદ રહેશે.

નોંધનીય છે કે, ગઈકાલે અમદાવાદમાં 41.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજ્યમાં પવનની ગતિ 30 થી 40 કિમી પ્રતિકલાકની રહેશે.

રાજ્યમાં આકરી ગરમીના પ્રકોપ વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારના સમયે કમોસમી વરસાદ વરસ્યો છે. જિલ્લા કલેકટર કચેરી તરફથી આજે મતદાન જાગૃતિ સાયકલ રેલીનું આયોજન કરાયું છે.  આ રેલીમાં વરસતા વરસાદમાં નીકળી હતી. આ તરફ માવઠાના કારણે ખેડૂતો ચિંતાતૂર બન્યા છે.

આ તરફ તાપી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. તાપીના વાલોડ, વ્યારા, ડોલવણ સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. વ્યારાના મિશન નાકા, સ્ટેશન રોડ સહિતના કેટલાક વિસ્તારમાં વહેલી સવારે ઝરમર વરસાદ વરસ્યો છે. આકરી ગરમી વચ્ચે વહેલી સવારે ઝાપટુ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જોકે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. માવઠાના કારણે ખેડૂતોના કેરી અને ઉનાળુ પાકને નુકસાન થવાની શક્યતા છે..

આ તરફ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. ભાવનગરમાં વહેલી સવારના સમયે માવઠુ વરસ્યું છે. ભાવનગર શહેરના ચિત્રા, બોર તળાવ, કુંભારવાડા, દેસાઈ નગર, રાજનગર સહિતના વિસ્તારમાં વહેલી સવારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા અને થોડીવારમાં વરસાદી ઝાપટું વરસ્યું છે. વરસાદી ઝાપટાએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.

દાહોદનાં વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. વહેલી સવારે કમોસમી વરસાદી ઝાપટું પડ્યું છે. દાહોદ શહેર સ્ટેશન રોડ તેમજ છાપરી, ગલાલિયાવાડ, રળિયાતી રાબડાલ સહિત આસપાસના વિસ્તારમાં ઝાપટું પડ્યં છે.

વલસાડમાં વરસાદી માહોલ જામ્યો છે. પેહલા ધૂમમ્સયુ વાતાવરણ અને ત્યાર બાદ અમી છાંટણા થયા છે. વાતાવરણમાં એકદમ પલટો આવ્યો છે. તીથલરોડ, કોલેજ કેમ્પસ, કચેરી રોડ સહિતના વિસ્તારમાં વરસાદ છે. વરસાદને કારણે ગરમીનો પારો ગગળ્યો છે. વહેલી સવારે થયેલ વાતાવરણમાં પલટાને લઈને અને ખુબજ હળવા વરસાદ બાદ રસ્તાઓ ભીના થયા છે.

નવસારી જિલ્લામાં વાતાવરણમાં અચાનક ફેરફાર થયો છે. જિલ્લાના ગણદેવી તાલુકાના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે. ગણદેવી તાલુકાના બીલીમોરા સહિત વિસ્તાર કાળા ડીબાંગ વાદળોથી ઘેરાયા છે. વરસાદી માહોલને કારણે લોકોને બફારાથી રાહત પરંતુ ગણદેવી સહિતનાં વિસ્તારોમાં કેરી તેમજ ચીકુના પાકને નુકસાનની ભીતિ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું? MSME, સ્ટાર્ટઅપ્સ, ખેડૂતો અને મત્સ્યોદ્યોગને ફાયદા
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું?
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dahod News: દાહોદના આફવા ગામે કુવામાં પડતા માતા સહિત બે બાળકીના મોતSurat News: સુરતના ભટારમાં બળજબરીથી ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરતા હોવાના આરોપ સાથે બબાલ થઈHun To Bolish : હું તો બોલીશ : કેમ શરૂ થયો કર્મચારીઓનો કકળાટ?Hun To Bolish : હું તો બોલીશ : બજેટ કોને ફળ્યું, કોને નડ્યું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું? MSME, સ્ટાર્ટઅપ્સ, ખેડૂતો અને મત્સ્યોદ્યોગને ફાયદા
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું?
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે
12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે
1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી
1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી
IPL 2025માં વેચાયેલા ક્રિકેટરોને બજેટના બદલાયેલા નવા ટેક્સ નિયમોથી કેટલો લાભ થશે?
IPL 2025માં વેચાયેલા ક્રિકેટરોને બજેટના બદલાયેલા નવા ટેક્સ નિયમોથી કેટલો લાભ થશે?
કેન્દ્રીય બજેટ 2025: સરકારે બજેટમાં અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદો
કેન્દ્રીય બજેટ 2025: સરકારે બજેટમાં અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદો
Embed widget