(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતના આ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડતા ખેડૂતોની મુશ્કેલી વધી
મોનસૂનની ઉત્તર સરહદ કોમોરિન સાગર સુધી પહોંચી ચૂકી છે. ત્યારે હવામાન વિભાગ અનુરાસ આગામી ત્રણ ચાર દિવસમાં મોનસૂન કેરળમાં પ્રવેશે તેવી શક્યતા છે.
તૌકતે વાવાઝોડાએ સૌરાષ્ટ્રના ખેડૂતોને બરબાદ કર્યા બાદ હવે ઉત્તર ગુજરાતના ખેડૂતોની મુશ્કેલી વધી છે. ગુરુવારે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લા મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. મહેસાણાનાઉંઝા સહિત કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. અચાનક વાતાવરણમાં આવેલા પલટાના કારણે ખેડૂતોને નુકસાનની શક્યતા છે.
તો આ બાજુ બનાસકાંઠા જિલ્લાના કાંકેરજ, થરામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. અચાનક શરુ થયેલા વરસાદના કારણે ઉત્તર ગુજરાતના ખેડૂતોને ઉનાળું પાકને નુકસાન થવાની શક્યતા છે.
તો આ બાજુ પાટણ જિલ્લાના કેટલાક વિસ્તારમાં પણ ગુરુવારે વરસાદ વરસ્યો હતો. ગુરુવારે પાટણના બાલીસણા, સંડેર, રણુજ સહિતના વિસ્તારમાં એકાએક ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથેના વરસાદના કારણે કેટલાક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા. તો અચાનક વરસેલા વરસાદના કારણે ખેડૂતોના ઉનાળું પાકને નુકસાનની શક્યતા છે.
મોનસૂનની ઉત્તર સરહદ કોમોરિન સાગર સુધી પહોંચી ચૂકી છે. ત્યારે હવામાન વિભાગ અનુરાસ આગામી ત્રણ ચાર દિવસમાં મોનસૂન કેરળમાં પ્રવેશે તેવી શક્યતા છે. જો આવુ થયુ તો દેશના દક્ષિણ રાજ્યોમાં મોનસૂન સમયથી પહેલા બેસી જશે. ગુજરાતમાં પણ 20 જુનની આસપાસ ચોમાસુ બેસે તેવી શક્યતા છે.
કેરળામં મોનસૂમ સામાન્ય રીતે એક જુને પ્રવેશે છે. હવામાન વિભાગ અનુસાર મોનસૂન ઉત્તર સરહદ કેરળના કિનારાથી હાલ 200 કિલોમીટર દુર છે. તૌકતે વાવાઝોડા પસાર થયુ તેના પછી કેરળના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. જેમ જેમ મોનસૂન માટે અનુકુળ પરિસ્થિતિ બની રહી છે. તેમ તેમ કેરળના ઘણા વિસ્તારોમાં આ સપ્તાહથી જ સતત હળવો વરસાદ વરસી રહ્યો છે.
અર્નાકુલ્લમ, અલ્લાપ્પુઝા, કોટ્ટાયમ, ઈડુક્કી, પઠાનમથિટ્ટા સહિતના જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો છે. તો ઉત્તર ગુજરાતમાં પણ ગઈકાલે કેટલાક જિલ્લામાં વરસાદ વરસ્યો.
ચોમાસાના વિધિસર આગમન સુધી તાપમાનમાં ભારે વધારો કે વાતાવરણમાં ફેરફાર થવાની શક્યતા ઓછી છે. તાપમાનનો પારો ચોમાસાના આગમન સુધી ૩૮થી ૪૧ ડિગ્રી સુધી રહેવાનો અંદાજ મંડાયો છે. ઉલ્લેખનીય છે કે દેશમાં 75 ટકા વરસાદ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાને કારણે થાય છે.
રાજ્યમાં આગામી બે ત્રણ દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.