(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Election 2022: જાણો જૂનાગઢ અને વિસાવદર બેઠક પર ભાજપમાંથી કોણે દાવેદારી નોંધાવી
વિધાનસભા ચૂંટણી 2022: આજે જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જૂનાગઢ વિધાનસભા બેઠક અને વિસાવદર વિધાનસભા બેઠક માટે ભાજપ દ્વારા સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
વિધાનસભા ચૂંટણી 2022: આજે જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જૂનાગઢ વિધાનસભા બેઠક અને વિસાવદર વિધાનસભા બેઠક માટે ભાજપ દ્વારા સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રદેશ ભાજપના નિરીક્ષકો રમણ વોરા, સરલાબેન મકવાણા અને જુગલજી ઠાકોર દ્વારા સેન્સ લેવામાં આવી હતી. જેમાં વિસાવદર વિધાનસભા બેઠક માટે તાજેતરમાં જ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલ હર્ષદ રીબડીયા સહિતના અનેક નેતાઓએ ટિકિટની માંગ કરી હતી. જ્યારે જુનાગઢ વિધાનસભા બેઠક માટે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ, સહકારી ક્ષેત્રના અગ્રણી ડોલર કોટેચા, જુનાગઢ શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, જૂનાગઢના પૂર્વ મૈયર ધીરુ ગોહિલ, જૂનાગઢના વર્તમાન સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણા, ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા સહિતના લોકોએ ટિકિટની માંગ કરી હતી.
આંકડાકીય દૃષ્ટિએ જોઈએ તો સૌથી વધુ જૂનાગઢ બેઠક માટે ૪૦ દાવેદારો, કેશોદ બેઠક માટે ૩૫ દાવેદારો, માંગરોળ બેઠક માટે ૨૮ દાવેદારો,વિસાવદર બેઠક માટે ૧૧ દાવેદારો અને માણાવદર બેઠક માટે ૮ દાવેદારોએ ટિકિટ ની માંગ કરી હતી.. જીલ્લાની કુલ પાંચ બેઠકો પર કુલ ૧૨૨ દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી. મહત્વનું છે કે ગઈકાલે જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે માંગરોળ માણાવદર અને કેશોદ વિધાનસભાની બેઠક માટે સેન્સની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
જાણો કઈ વિધાનસભા બેઠક માટે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે માગી ટિકિટ
મહેસાણા વિધાનસભા માટે સેન્સ પ્રક્રિયા આજે શરૂ થઈ હતી. સેન્સ પ્રક્રિયામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પહોંચ્યા હતા. સેન્સ પ્રક્રિયામાં નીતિન પટેલે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, મેં મહેસાણા વિધાનસભામાં વિકાસના કામો કર્યા છે જેથી લોકોએ મને ઉમેદવાર બનાવવાની ઈચ્છા વ્યક્રત કરી છે. જેથી હું આજે વિધાનસભાની ટિકિટની માંગણી કરવા માટે આવ્યો છું. પક્ષ મને ટિકિટ આપશે તો હું મહેસાણા વિધાનસભાની ચૂંટણી લડીશ. તેમણે વધુમાં કહ્યું કે, દરેકને ટિકિટ માગવાનો હક છે. જેને પણ ટિકિટ આપશે તે ચૂંટણી લડશે. મે ટીકીટ માગી છે અને હું ચૂંટણી લડીશ. નીતિન પટેલ ઉપરાંત નટુજી ઠાકોર, ગિરિશ રાજગોર, મનુભાઈ ચોકસીએ પણ ટિકિટ માગી છે. મહેસાણા વિધાનસભા સીટ પરથી 10 જેટલાં ઉમેદવારોએ ટિકિટ માગી છે.
ગોંડલ બેઠક પર બીજેપીની સેન્સ પ્રક્રિયા શરૂ
રાજકોટ જિલ્લાની સૌથી રસપ્રદ ગોંડલ બેઠક પર સેન્સ પ્રક્રિયામાં દાવેદારો પહોંચ્યા હતા. ભાજપનો ગઢ ગણાતી ગોંડલ બેઠક પર 2 ક્ષત્રિય આગેવાનો સામસામે આવી ચૂક્યા છે. જયરાજસિંહ જાડેજા જૂથ અને રીબડા જૂથ છે સામસામે છે. રીબડા જૂથ તરફથી રાજદીપ સિંહ જાડેજા, સહદેવ સિંહ જાડેજા, શશીકાંત રૈયાણી અને શ્વેતા પટેલએ દાવેદારી કરી છે. ગોંડલના સહકારી આગેવાન જયંતી ઢોલ રીબડા જૂથના સમર્થનમાં પહોંચ્યા હતા.
આ અવસરે જ્યંતી ઢોલએ કહ્યું, હું 40 વર્ષથી ભાજપમાં છું. પાર્ટી જેમને ટીકિટ આપશે તેમનું હું સમર્થન કરીશ. જયરાજસિંહ જૂથ તરફથી જયરાજસિંહ જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્ય સિંહ જાડેજા અને વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજા દાવેદારી નોંધાવવા પહોંચ્યા હતા. ગોંડલ બેઠક પર જયરાજસિંહ જાડેજાના પત્ની ગીતા બા જાડેજા વર્તમાન ધારાસભ્ય છે. મોટી સંખ્યામાં ટેકેદારો સાથે જ્યોતિરાદિત્યસિંહ સેન્સ આપવા માટે પહોંચ્યા હતા. ગોંડલ બેઠક પર મસગ્ર સૌરાષ્ટ્રના રાજકારણની નજર રહેલી છે. હાલમાં આ બેઠકને લઈને રાજકારણ ગરમાયું છે.
આ બેઠક પર ભાજપના 48 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી
વિધાનસભાની ચૂંટણી હવે આવી ગઈ છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારો શોધવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. કચ્છ જિલ્લામાં આજે બીજા દિવસે પણ ઉમેદવારોની પસંગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે ગઈ કાલે અબડાસા,માંડવી મુંદ્રા અને ગાંધીધામ આમ ત્રણ બેઠક ઉપર સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને મુરતિયાઓએ દાવેદારી નોંધાવી હતી. જ્યારે આજે બીજા દિવસે ભુજ બેઠક, અંજાર બેઠક અને રાપર બેઠક ઉપર સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.