શોધખોળ કરો
Advertisement
અરબી સમુદ્રમાં લો-પ્રેશન સર્જાતા ગુજરાતમાં કઈ જગ્યાએ દરિયો તોફાની બનશે? વરસાદી ઝાપટાંને લઈને હવામાન વિભાગે શું કહ્યું? જાણો વિગત
સૌરાષ્ટ્રનો દરિયો તોફાની બનશે અને આગામી સમયમાં સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડશે તવું હવામાન વિભાગે જણાવ્યું હતું
રાજકોટ: પોરબંદરમાં અરબી સમુદ્રમાં લો-પ્રેશરના પગલે પોરબંદર સહિત સૌરાષ્ટ્રનો દરિયો તોફાની બનશે અને આગામી સમયમાં સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડશે તવું હવામાન વિભાગે જણાવ્યું હતું. દક્ષિણ ગુજરાતમાં કપરાડા, વાપી, નવસારી સહિતના વિસ્તારોમાં શુક્રવારે સાંજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.
અરબી સમુદ્રમાં સાઉથ-ઈસ્ટ દિશામાં લક્ષદ્વીપ નજીક લો-પ્રેશર સર્જાયેલું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેશરના કારણે પોરબંદર સહિત સોરાષ્ટ્રના અનેક વિસ્તારોના વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે. આમ તો ચોમાસાની ઋતુએ વિદાઈ લઈ લીધી છે અને દિવાળીના તહેવારને ગણતરીને દિવસો જ બાકી રહ્યાં છે.
ત્યારે અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાવાના કારણે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાં પડવાની આગાહી અપાઈ છે. અરબી સમુદ્રમાં સાઈક્લોનીક સરક્યૂલેશના કારણે સૌરાષ્ટ્રમાં પવનની ગતિમાં પણ વધારો થશે. આજથી બે દિવસ દરમિયાન છુટા છવાયા ઝાપટાંની સાથો સાથ દરિયો પણ તોફાની બનશે અને ભારે પવન ફૂકાશે તેવું પણ જણાવાયું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
સુરત
Advertisement