શોધખોળ કરો
મોદી જેનું ઉદઘાટન કરવાના છે એ સી-પ્લેન સામાન્ય માણસને પરવડે નહીં, કેવડિયા સુઘીનું ભાડું પ્લેન કરતાં ડબલ, જાણો વિગત
દેશના પ્રથમ સી-પ્લેન માટે રિવરફ્રંટ ખાતે વોટર એરોડ્રામ બનાવી દેવામાં આવ્યું છે.

અમદાવાદઃ દેશનું પ્રથમ સી-પ્લેન આજે માલદીવથી કેવડિયા આવી પહોંચશે. બપોરે 3 વાગ્યાની આસપાસ સી-પ્લેન કેવડિયાના તળાવ નંબર-3 પર આવી પહોંચશે. 31મી ઓક્ટોબરે પીએમ મોદી સી-પ્લેનનું ઉદ્ઘાટન કરી કેવડિયાથી અમદાવાદ સાબરમતી રિવરફ્રંટ પર પહોંચશે. સી-પ્લેન મારફતે અમદાવાદ અને કેવડિયા વચ્ચેનું 200 કિલોમીટરનું અંતર કાપતા અંદાજે 50 મિનિટ જેટલો સમય લાગશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે અમદાવાદ રિવરફ્રન્ટથી કેવડિયા સી-પ્લેનમાં જશે. નોંધનીય છે કે, કેન્દ્રએ ઉડાન યોજના હેઠળ રીજનલ કનેક્ટિવિટી સ્કીમ શરૂ કરી હતી. જેમાં 1 કલાકથી ઓછા સમયની ફ્લાઈટ માટે 2500 રૂપિયા ભાડુ નક્કી કરવામાં આવ્યું હતું. આ યોજનામાં નાની ફ્લાઈટ ઓપરેટ થતી હોય છે. જેમાં સામાન્ય રીતે 1500થી 2500નું ભાડુ હોય છે. બીજી બાજુ અમદાવાદથી મુંબઈ અને અમદાવાદથી દિલ્હીનું ભાડુ પણ 2500થી 3000 રૂપિઆ આસપા, છે ત્યારે સી-પ્લેન માટે અમદાવાદથી કેવડિયાનું ભાડું 4800 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. જે સામાન્ય માણસને પરવડી શકે એમ નથી. સી પ્લેનની અમદાવાદથી કેવડિયા રૂટ પણ ઉડાન યોજનામાં આવે છે ત્યારે આટલું ભાડું હોવાથી મુસાફરીનો લાભ આપવાનો હેતુ સિદ્ધ થવા અંગે શંકા છે. દેશના પ્રથમ સી-પ્લેન માટે રિવરફ્રંટ ખાતે વોટર એરોડ્રામ બનાવી દેવામાં આવ્યું છે. એરોડ્રામ માટે બે માળની કાચની ઓફિસ, ટિકિટ કાઉંટરની વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત 48 મીટર લાંબી, 9 મીટર પહોંડી અને 1 મીટર જાડી જેટી પણ બની ગઈ છે.
વધુ વાંચો





















