Shakti Cyclone Update: શક્તિ વાવાઝડોએ લીધો યુટર્ન, રાજ્યના ક્યાં જિલ્લામાં જોવા મળશે અસર?
Shakti Cyclone Update:શક્તિ વાવાઝડોએ યુટર્ન લીધો છે. ગુજરાતથી આ વાવઝોડુ કેટલું દુર છે અને વળાંક લીધા બાદ રાજ્ય પર શું અસર થશે. જાણીએ અપડેટ્સ

Shakti Cyclone Update:શક્તિ વાવાઝડોએ યુટર્ન લીધો છે. ગુજરાતથી આ વાવઝોડુ કેટલું દુર છે અને વળાંક લીધા બાદ રાજ્ય પર શું અસર થશે. જાણીએ અપડેટ્સ
Shakti Cyclone Update: શક્તિ નામના વાવાઝડાની વાત કરીઓ તો પહેલા આ સિસ્ટમ બંગાળની ખાડીમાં સર્જાઇ અને ગુજરાત પરથી પસાર થઇ જેના કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદ વરસ્યો, ગુજરાતમાં આવીને આ સિસ્ટમ ડિપ્રેશન બની બાદ તેને વળાંક લીઘો અને બાદ તે ડીપ ડિપ્રેશન બન્યું. આ સિસ્ટમ અરબી સમુદ્રમાં સીધી આગળ વધ્યું અને સાયક્લોકની સ્ટ્રોમ બન્યુ. બાદ તે ફરી યૂટર્ન લીધો છો પરંતુ આ સિસ્ટમ હવે નબળી પડી ગઇ છે અને ડીપ ડિપ્રેશન બની ગયુ છે. બાદ તે ડિપ્રેશન બનશે અને ત્યારબાદ તે વેલમાર્ક લો પ્રેશર એરિયા બનશે પછી તે લો પ્રેશર એરિયામાં ફેરવાશે. હવે વાવાઝોડુ વિખેરાતું જશે. જેથી ગુજરાતમાં આ વાવાઝોડાની અસર થાય તેવી કોઇ શક્યતા નથી.
હાલ આ સિસ્ટમ કચ્છના નલિયાથી એક હજાર કિલોમીટર દૂર છે. દ્રારકાથી 900 કિલોમીટર દૂર છે. પોરબંદરથી પણ લગભગ 800 કે 900 કિમી દૂર છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આ વાવાઝોડુ ગુજરાતમાં પહોંચે તે પહેલા વિખેરાય જશે.જેથી ગુજરાતમાં વાવાઝોડાને લઇને કોઇ ખતરો નથી.જો કેદક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટછવાયો હળવો વરસાદ પડે તેવી શક્યતા છે. ગુજરાતમાં વરસાદની વધુ શક્યતા હવે નહિવત છે. જેથી હવે હવામાન વિભાગના મોડલ મુજબ ચોમાસાની વિદાય 11 ઓક્ટોબર સુધીમાં થઇ શકે છે.
વાવાઝોડાના યુર્ટન અને ચોમાસાની વિદાયના ટાણે પંચમહાલના ગોધરામાં પંથકમાં પણ રાત્રીના સમયમાં વરસાદ વરસ્યો. ગોધરા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં રાત્રીના વરસાદ વરસ્યો. વાવડી, વેગનપુર, ટુવા, ટીંબા, સાપા ગામે ધીમીધારે વરસાદ વરસ્યો.દારૂનિયા, પોપટપુરા સહિતના ધીમીધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.
વડોદરા જિલ્લામાં મોડીરાત્રીના વરસાદ વરસ્યો હતો. સાવલી, શિનોર, ડભોઈ તાલુકામાં વરસાદ વરસ્યો હતો સાવલી તાલુકામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડતાં શરદ પૂનમની રાત્રિમાં વરસાદ વિઘ્નરૂપ બન્યો હતો. સાવલીમાં પવન સાથે વરસાદ શરૂ થતા વીજળી ગુલ થઇ ગઇ હતી.સાવલી નગરના જાહેર માર્ગ પર વરસાદના કારણે વરસાદી પાણી ફરી વળ્યાં હતા. શિનોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. સાધલી, ઉતરાજ, તરવા, ટીમ્બરવા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.
હવામાનની આગાહી વચ્ચે તાપીના વાતાવરણમાં પલટો આવ્યો, વ્યારા, બાજીપુરા, વાલોડ, ડોલવણમાં સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. ક્યાંક સવારથી ધીમીધારે વરસાદ તો ક્યાંક વરસાદી ઝાપટા પડ્યાં હતા.. વ્યારાના મિશન નાકા નજીક નજીવા વરસાદમાં પાણી ભરાયા હતા. વરસાદને લઈ ડાંગર પકવતા ખેડૂતોની ચિંતા વધી છે.




















