રાજ્યમાં ઠંડીનું વધ્યું જોર, જાણો ક્યાં સમયથી હાડ થીજાવતી ઠંડીનો થશે અનુભવ, હવામાન વિભાગે શું કરી આગાહી
રાજ્યમાં હવે ઘીરે ધીરે તાપમાનનો પારો ગગડતાં લોકો ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે.પવનની દિશા બદલાતા ઉત્તર પૂર્વમાં પવન ફૂંકાવવાનું શરૂ થતાં સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે.
Weather update:રાજ્યમાં હવે ઘીરે ધીરે તાપમાનનો પારો ગગડતાં લોકો ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે.પવનની દિશા બદલાતા ઉત્તર પૂર્વમાં પવન ફૂંકાવવાનું શરૂ થતાં સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે.
રાજ્યમાં બે દિવસથી ઉતર પૂર્વી તરફથી ફૂકાતા પવનનું જોર વધતાં રાજ્યના લધુતમ તાપમનામાં ઘટાડો નોંધાયો છે. રાજ્યના 12 શહેરમાં તાપમાન 18 ડિગ્રીથી નીચે નોંધાયું છે. નલિયા 12.6 ડિગ્રી સાથે ઠંડુગાર રહ્યું. તો ગાંધીનગરમાં 15.8, કંડલામાં 14.5, અને રાજકોટમાં તાપમાન 17.3 નોંધાયું. હવામાન વિભાગની આગાહી આગામી દિવસોમાં મુજબ તાપમાનનો પારો 3થી4 ડિગ્રી ગગડતાં. રાજયમાં ઠંડીનું જોર વધશે. હવામાન વિભાગના અનુમાન મુજબ ડિસેમ્બર-જાન્યુઆરીમાં રાજ્યમાં હાડ થીજાવતી ઠંડીનો અનુભવ થઇ શકે છે.
ક્યાં શહેરમાં કેટલું તાપમાન નોંધાયું
નલિયા-12.6 ડિગ્રી
કંડલા એરપોર્ટ-14.5 ડિગ્રી
વડોદરા- 15.4 ડિગ્રી
કેશોદ – 15.6 ડિગ્રી
દિવ- 15.8 ડિગ્રી
ડીસા- 15.8 ડિગ્રી
અમદાવાદ 16.2 ડિગ્રી
વલ્લભવિદ્યાનગર 16.3 ડિગ્રી
પોરબંદર- 16.9 ડિગ્રી
ભાવનગર- 17 ડિગ્રી
રાજકોટ – 17.3 ડિગ્રી
અમરેલી 17.8 ડિગ્રી
મહુવા -18.1
દમણ- 18.4 ડિગ્રી
ભૂજ 19 ડિગ્રી
સુરેન્દ્રનગર- 19 ડિગ્રી
વેરાવળ – 19.6 ડિગ્રી
સુરત- 19.8 ડિગ્રી
જમ્મુ કાશ્મીરમાં કાતિલ ઠંડીનો અનુભવ
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં કાતિલ ઠંડી પડી રહી છે. લદ્દાખ અને કાશ્મીર ખીણમાં શુક્રવારે શ્રીનગરમાં સિઝનની સૌથી ઠંડી રાત્રિ સાથે શીત લહેર તીવ્ર બની હતી, જ્યારે દ્રાસમાં ફરીથી માઈનસ 12.6 સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન ગઈકાલે રાત્રે 1.6 ડિગ્રી સેલ્સિયસની સરખામણીએ 0.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
કાશ્મીરના ગેટવે ટાઉન કાઝીગુંડમાં લઘુત્તમ તાપમાન 0.0 ડિગ્રી સેલ્સિયસ અને દક્ષિણ કાશ્મીરના પ્રખ્યાત રિસોર્ટ પહેલગામમાં માઈનસ 3.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. કોકરનાગમાં લઘુત્તમ તાપમાન 1.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે ઉત્તર કાશ્મીરના કુપવાડા શહેરમાં માઈનસ 0.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ઉત્તર કાશ્મીરના વિશ્વ પ્રસિદ્ધ સ્કીઇંગ રિસોર્ટ ગુલમર્ગમાં લઘુત્તમ તાપમાન માઈનસ 0.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
લેહમાં માઈનસ 7.0 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે કારગીલમાં માઈનસ 1.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. દ્રાસ એ પ્રદેશનું સૌથી ઠંડું સ્થળ હતું, જ્યાં લઘુત્તમ તાપમાન માઈનસ 12.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
હવામાન વિભાગે કહ્યું છે કે ઓછામાં ઓછા 19 નવેમ્બર સુધી હવામાન શુષ્ક રહેશે, ત્યારબાદ આ વિસ્તારમાં વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. હાલમાં વધતી જતી ઠંડીના કારણે ત્યાં રહેતા લોકોની મુશ્કેલી થોડી વધી ગઈ છે.