શોધખોળ કરો

રાજ્યમાં લગ્ન પ્રસંગમાં હવે કેટલા લોકો રહી શકશે હાજર, જાણો વિગતો

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. કોરોનાના દૈનિક કેસોમાં થઇ રહેલા સતત ઘટાડા અને પ્રવર્તમાન સ્થિતીની પૂન:સમીક્ષા કરીને કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. કોરોનાના દૈનિક કેસોમાં થઇ રહેલા સતત ઘટાડા અને પ્રવર્તમાન સ્થિતીની પૂન:સમીક્ષા કરીને કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણય મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં લેવાયા છે.મુખ્યમંત્રી અધ્યક્ષતાની આ કોર કમિટીમાં લેવાયેલા નિર્ણયો મુજબ રાજ્યમાં હવે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર એમ આઠ મહાનગરોમાં જ રાત્રિ કરફયુનો અમલ કરાશે. જ્યારે લગ્ન પ્રસંગો માટે 150 વ્યક્તિઓ માટે મંજૂરી આપવામાં આવી છે.  રાજ્યમાં લગ્ન સમારોહ માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે.

ધંધાકીય એકમો સાથે સંકળાયેલા તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓએ 31 જુલાઈ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવો ફરજિયાત કરવામાં આવ્યો છે. જો વેક્સિનનો પહેલો ડોઝ નહીં લીધો હોય તો જે તે ધંધાકીય કે વાણિજ્યિક અથવા મનોરંજક એકમો ચાલુ રાખી શકાશે નહીં.

અંતિમક્રિયા/દફનવિધિ માટે મહત્તમ 40 વ્યક્તિઓની મંજૂરી રહેશે. તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમોમાં તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન, ખુલ્લામાં મહત્તમ 200 વ્યકિતઓ પરંતુ, બંધ સ્થળોએ, જગ્યાની ક્ષમતાના 50 % (મહત્તમ 200 વ્યક્તિઓની મર્યાદામાં) વ્યકિતઓ એકત્રિત થઇ શકશે.

સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો મહત્તમ 60 ટકા કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે. ( તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.૩૧.૦૭.૨૦૨૧ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો ચાલુ રાખી શકાશે નહી.)

શૈક્ષણિક સંસ્થાઓ(ઓનલાઇન શિક્ષણ સિવાય), વોટર પાર્ક, સ્પા, સ્વિમીંગ પુલ બંધ રહેશે. કોર કમિટીની આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ, ઊર્જા મંત્રી  સૌરભભાઇ પટેલ, ગૃહ રાજ્યમંત્રી  પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અધિક સચિવ એમ. કે. દાસ, આરોગ્ય અધિક મુખ્ય સચિવ  મનોજ અગ્રવાલ અને વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
સંસદમાં કોણે પીધી ઈ-સિગારેટ? અનુરાગ ઠાકુરે સ્પીકરને કોની કરી ફરિયાદ, જેના કારણે ગૃહમાં મચી ગયો હોબાળો
સંસદમાં કોણે પીધી ઈ-સિગારેટ? અનુરાગ ઠાકુરે સ્પીકરને કોની કરી ફરિયાદ, જેના કારણે ગૃહમાં મચી ગયો હોબાળો
ભારતીય રેલ્વે રચશે ઈતિહાસ, આ રાજ્યમાં શરુ થશે હાઈડ્રોજન ટ્રેન,જાણો વંદે ભારતથી કેટલી છે અલગ?
ભારતીય રેલ્વે રચશે ઈતિહાસ, આ રાજ્યમાં શરુ થશે હાઈડ્રોજન ટ્રેન,જાણો વંદે ભારતથી કેટલી છે અલગ?
"રહમાન ડકૈત" પછી "શુક્રાચાર્ય" બનશે અક્ષય ખન્ના, ફિલ્મના ફર્સ્ટ લુકે મચાવ્યો તહેલકો
ભારત સરકારની iPhone યૂઝર્સને ચેતવણી, તાત્કાલિક કરી લો આ 4 કામ નહીં તો મુશ્કેલીમાં મૂકાશો 
ભારત સરકારની iPhone યૂઝર્સને ચેતવણી, તાત્કાલિક કરી લો આ 4 કામ નહીં તો મુશ્કેલીમાં મૂકાશો 
Embed widget