![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Accident:મોરબી નજીક વધુ એક ગમખ્વાર અકસ્માત, હિટ એન્ડ રનની ઘટનામાં એક જ પરિવારના ત્રણ લોકોએ ગુમાવી જિંદગી
મોરબીના માળિયાના દહીંસરા નજીક હિટ એન્ડ રનની ઘટનાએ એક જ પરિવારના ત્રણ લોકોના ભોગ લીધા, બાઇક પર જતાં પરિવારને અજાણ્યા વાહને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત
![Accident:મોરબી નજીક વધુ એક ગમખ્વાર અકસ્માત, હિટ એન્ડ રનની ઘટનામાં એક જ પરિવારના ત્રણ લોકોએ ગુમાવી જિંદગી Three members of a family died in a hit and run incident on Morbi Highway. Accident involving a vehicle hitting a bike. Accident:મોરબી નજીક વધુ એક ગમખ્વાર અકસ્માત, હિટ એન્ડ રનની ઘટનામાં એક જ પરિવારના ત્રણ લોકોએ ગુમાવી જિંદગી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/23/5004ec49e28780d7ce0d0d76609d55be170070551604181_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Accident: રોડ અકસ્માતે વધુ એક પરિવારનો ભોગ લીધો છે, મોરબી નજીક હિટ એન્ડ રનની ઘટનામાં એક જ પરિવારના ત્રણ લોકો મોતને ભેટયા,પરિવાર બાઇક પર એક બર્થ ડે પાર્ટીમાં હાજરી આપીને પરત ઘરે જતો હતો આ સમયે કોઇ અજાણ્યા વાહને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
મોરબી નજીક વધુ એક અકસ્માતની ઘટના બની છે અહીં હિટ એન્ડ રનની બનેલી ઘટનામાં પિતા,પુત્ર અને પુત્રી સહિત ત્રણ લોકોના મોત થયા છે. પાણીપુરીનો ધંધો કરતો યુવક તેની પત્ની પુત્ર પુત્રી સહિત બાઇક પર એક બર્થ ડે પાર્ટી મનાવીને આવતા હતા. તેઓ બાઇક પર વવાણિયા ગામે પરત ફરતા હતા. આ દરમિયાન અજાણ્યા વાહને ઠોકર મારતા ત્રણેયના મોત થયા છે તો પત્ની અને પુત્રીને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયા હતા. પરિવારના ત્રણ સભ્યોના એક સાથે મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ પણ વાંચો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)