શોધખોળ કરો
Advertisement
નર્મદા: કેવડિયા કોલોની SRP ગ્રુપમાં કોરોનાનો કહેર, વધુ ત્રણ કેસ નોંધાયા
નર્મદા જિલ્લામાં પોઝિટીવ દર્દીની સંખ્યા 88 પર પહોંચી ગઈ છે.
રાજપીપળા: નર્મદાના કેવડિયા કોલોની સ્થિત SRP ગ્રુપ કેમ્પમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે. અહીં સક્રમણના કેસ સતત વધી રહ્યા છે. SRP ગ્રુપ કેમ્પના વધુ ત્રણ મહિલા જવાનોનોને કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. નવા ત્રણ કેસ સાથે નર્મદા જિલ્લામાં પોઝિટીવ દર્દીની સંખ્યા 88 પર પહોંચી ગઈ છે.
અત્યારસુધીમાં કોરોના પોઝિટિવના એસ આર પી ગ્રુપ માં 40 જેટલા કેસ નોંધાયા છે, જે અત્યારસુધીના એક જ જગ્યા ના સૌથી વધુ કેસ છે. શુક્રાવારે (26 જૂન) 6 કેસ નોંધાયા હતા, જેમાંથી એક જ પરિવારમા 3 વ્યક્તિને પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. નર્મદામાં હાલ 55 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે.
રાજ્યમાં હાલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 30 હજારને પાર પહોંચી ગઈ છે. જ્યારે મૃત્યુઆંક 1772 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 22038 દર્દીઓ સાજા થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion