શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં કડકડતી ઠંડીને લઈ હવામાન વિભાગે શું કરી આગાહી ? જાણો
કચ્છ જિલ્લા નલિયામાં સિઝનનું સૌથી નીચુ 2.5 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. કંડલામાં 9 ડિગ્રી સાથે સિંગલ ડિઝિટમાં ઠંડીનો પારો પહોંચ્યો છે. ભુજમાં 10.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
ગાંધીનગર: સુસવાટા મારતા પવનોના કારણે હાડ થિજવતી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. રાજ્યમાં હજુ ત્રણ દિવસ ઠંડીનું જોર વધવાની હવામાન વિભાગની આગાહી છે. 20 ડિસેમ્બરથી અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ઠંડીનો પારો 10 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે.
રાજ્યના 8 શહેરમાં 13 ડિગ્રીથી નીચે લઘુત્તમ તાપમાન નોંધાયું છે. રાજકોટમાં 11.4 અને ગાંધીનગરમાં 11.5 ડિગ્રીએ ઠંડીનો પારો પહોંચ્યો છે. પહાડી રાજ્યોમાં સતત થઈ રહેલી હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીએ જોર પકડ્યુ છે.
ડિસેમ્બર મહિનામાં અમદાવાદ શહેરમાં શિયાળાએ મિજાજ બતાવ્યો છે. શહેરમાં 14.1 ડિગ્રીએ લઘુત્તમ તાપમાન પહોંચ્યું છે. ફુલગુલાબી ઠંડીમાં લોકોએ ચાની ચુસ્કી લગાવી છે, કોરોના સંકટ વચ્ચે ઈમ્યુનિટી વધારવા લોકોએ કસરત કરી રહ્યા છે.
કચ્છ જિલ્લા નલિયામાં સિઝનનું સૌથી નીચુ 2.5 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. કંડલામાં 9 ડિગ્રી સાથે સિંગલ ડિઝિટમાં ઠંડીનો પારો પહોંચ્યો છે. ભુજમાં 10.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement