Ahmedabad: અમદાવાદમાં એસપી રિંગ રોડ પર પતિ-પત્નીને ટ્રક ચાલકે કચડ્યા, ઘટનાસ્થળે જ મોત
Ahmedabad: અમદાવાદમાં એસપી રિંગ રોડ પર ભયાનક અકસ્માતની ઘટના બની હતી
Ahmedabad: અમદાવાદમાં એસપી રિંગ રોડ પર ભયાનક અકસ્માતની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, વસ્ત્રાલ રિંગ રોડ પર પાંજરાપોળ ચાર રસ્તા પાસે બેફામ ટ્રકે દંપતિનો જીવ લીધો હતો. મંદિરથી દર્શન કરી પરત ઘરે ફરતા દંપતિને ટ્રકે અડફેટે લીધા હતા. અકસ્માતમાં કાંતિભાઈ પટેલ અને પત્ની દક્ષાબેનનું સ્થળ પર જ મોત થયુ હતું. અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ મામલે રામોલ અને આઇ ડિવીઝને તપાસ શરૂ કરી હતી.
એસપી રિંગરોડ પર બેફામ આવતા ટ્રકચાલકે દંપતિને અડફેટે લેતા બંનેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. દંપતિ મંદિરેથી દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યું હતું. અકસ્માતને પગલે સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, મૃતક દંપતીની ઓળખ 62 વર્ષીય કાંતિભાઈ રવજીભાઈ પટેલ અને 60 વર્ષીય દક્ષાબેન કાંતિભાઈ પટેલ તરીકે થઈ છે.
વડોદરામાં કન્ટેનરે બાઇકને મારી ટક્કર
વડોદરામાં એક બાઇકને કન્ટેનરે ટક્કર મારતા બે યુવકોના મોત થયા હતા. મળતી જાણકારી અનુસાર, વડોદરાના હાલોલ રોડ પર જરોદ નજીક દર્શન હોટલ પાસે રાત્રે એક બાઇકને કન્ટેનરે ટક્કર મારી હતી. જેના કારણે બાઇક પર સવાર બે યુવકોના મોત થયા હતા. અકસ્માત બાદ બાઇકમાં આગ લાગી હતી. અકસ્માત બાદ કન્ટેનર ચાલક ફરાર થઇ ગયો હતો. જરોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના હિરાપુરા ગામના બંન્ને આશાસ્પદ યુવાનના કરુણ મોત થયા હતા. મૃતકોની ઓળખ નરેશ વજેસીંગ રાઠોડ (20) અને સમીર પ્રવિણ સિંહ સોલંકી તરીકે થઇ હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહેસાણામાં પોલીસ વાનની ટક્કરે યુવાનનું મોત
મહેસાણા બસ સ્ટેન્ડ નજીક પોલીસ વાનની ટક્કરે એક યુવાનનું મોત થયું હતું. એક્ટિવા સવાર યુવાનને પોલીસવાને અડફેટે લીધો હતો. ટાયર નીચે કચડાઈ જતા યુવાનનું મોત થયું હતું.