શોધખોળ કરો
Advertisement
‘આજથી ગુજરાતમાં વરસાદે લીધો વિરામ, છૂટાછવાયા ઝાપટાં પડે તેવી સંભાવના’: જાણો કોણે કરી વરસાદની આ આગાહી?
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 4-5 દિવસ સુધી ગુજરાતમાં ક્યાંય ભારે વરસાદ પડે તેવી સિસ્ટમ તૈયાર નથી. જોકે કેટલાંક વિસ્તારોમાં છુટોછવાયો અથવા મધ્યમ વરસાદ પડે તો નવાઈ નહી
અમદાવાદઃ છેલ્લા 10થી વધારે દિવસોથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મન મુકીના વરસેલા વરસાદ આજથી વિરામ લે તેવી સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 4-5 દિવસ સુધી ગુજરાતમાં ક્યાંય ભારે વરસાદ પડે તેવી સિસ્ટમ તૈયાર નથી. જોકે કેટલાંક વિસ્તારોમાં છુટોછવાયો અથવા મધ્યમ વરસાદ પડે તો નવાઈ નહી પરંતુ ભાગ્યે જ કોઈ જગ્યાએ ભારે વરસાદ જોવા મળશે.
હવામાન વિભાગના રિજનલ ડિરેક્ટર જયંત સરકારે કહ્યું હતું કે, ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ લાવનાર લો પ્રેશરની સિસ્ટમ હવે વધુ પશ્ચિમ તરફ આગળ વધી ગઈ છે. જેથી ગુજરાતમાં હવે ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના નથી. જે હાલના થોડા દિવસોમાં પડ્યો હતો.
જોકે ઉત્તર ગુજરાત અને રાજ્યના સમગ્ર પશ્ચિમ દરિયા કિનારે રહેલી વરસાદી સિસ્ટમ એક્ટિવ જ રહેશે અને તેના કારણે ગુજરાતમાં જુદા જુદા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગામી 13-14 ઓગસ્ટે ડાંગ, નવસારી, વલસાડ અને તાપી જિલ્લા સાથે કેન્દ્ર શાસિત પ્રદેશો દમણ, દાદર-નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.
છેલ્લા 10 દિવસમાં ગુજરાતમાં પડેલા અતિભારેથી ભારે વરસાદના પગલે ગુજરાત ઓછા વરસાદી રાજ્યમાંથી વધારે વરસાદી રાજ્યમાં આવી ગયું છે. માત્ર 12 દિવસમાં જ વરસાદે ગુજરાતને પાણી જ પાણી કરી દીધું હતું.
હવામાન વિભાગની વેબસાઈટ મુજબ લાંબાગાળાના વરસાદી સિસ્ટમ મુજબ ગુજરાતમાં 11 ઓગસ્ટ સુધીમાં કુલ વરસાદ સામાન્યરૂપે હોય છે તેના કરતા 29% વધારે પડ્યો છે. આ સપ્તાહની શરૂઆત સુધી વરસાદની અછત અનુભવી રહેલાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ એક જ સપ્તાહમાં વરસાદ સરપ્લસ સ્થિતિમાં આવી ગયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
દેશ
ક્રિકેટ
દુનિયા
Advertisement