Junagadh Rain: જુનાગઢમાં ભવનાથ પંથકમાં પ્રવાસીઓના આવવા પર લગાવાયો પ્રતિબંધ, જાણો કેમ લીધો નિર્ણય
જુનાગઢમાં ભારે વરસાદથી મચેલી તબાહીના કારણે ભવનાથ પંથકમાં પ્રવાસીઓને જવા માટે પ્રવેશબંધીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
Junagadh Rain: રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાએ અનેક જિલ્લાઓમાં ધબધબાટી બોલાવી છે જેમા સૌથી વધુ જૂનાગઢ, નવસારી અને દક્ષિણ ગુજરાતને ઘમરોળ્યું છે. જૂનાગઢમાં આભ ફાટ્યું હતું અને પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયુ હતું અનેક ગાડીઓ રમકડાની માફક તણાય હતી તો મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા તેમજ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા જેના પગલે મુખ્યમંત્રીએ પણ જુનાગઢની સ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો.
જુનાગઢમાં ભારે વરસાદથી મચેલી તબાહીના કારણે ભવનાથ પંથકમાં પ્રવાસીઓને જવા માટે પ્રવેશબંધીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભવનાથ પંથકમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગઈકાલે પડેલા ભારે વરસાદ લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. લોકોમાં સેલ્ફી અને ફોટો માટે ભવનાથ પંથકમાં જવાનો ક્રેઝ હોય છે, હાલની સ્થિતિમાં કોઈ દુર્ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ રહેશે. હાલ બંગાળમાં સર્જાયેલ લો પ્રેશર સિસ્ટમ અને ગુજરાત તરફ આવતી મોનસૂન ટ્રફ રેખાના કારણે ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.રાજ્ય પર એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ હોવાથી ગુજરાતમાં મેઘતાંડવની સ્થિતિ સર્જાઇ છે. હવામાન વિભાગે આજે પણ વરસાદની આગાહી કરી છે. આજે ગુજરાતભરમાં ભારે વરસાદનું અનુમાન છે. તો એવા સાત જિલ્લા છે. જ્યાં અતિભારે વરસાદના અનુમાનને જોતા રેડ એલર્ટ અપાયું છે. હવામાન વિભાગે ભારે વરસાદના અનુમાન મુજબ રાજ્યના 2 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ઓરેંજ એલર્ટ તો 7 જિલ્લામાં યલો એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 24 જુલાઇથી વરસાદનું જોર ઘટશે. ગુજરાતમાં હાલ ભારે વરસાદ આફતરૂપ બન્યો છે. અતિ ભારે વરસાદના અનુમાનને લઇને હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં રેડ એલર્ટ આપ્યું છે. આજે કચ્છ,જૂનાગઢ,વલસાડ,દમણ,દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતાને જોતા ઓરેંજ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગે ગીર સોમનાથ,અમરેલી, ભાવનગર,સુરત,નવસારી,આણંદ,વડોદરામાં વરસાદની તીવ્રતાને લઇને યલો અલર્ટ જાહેર કર્યું છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચન આપવામાં આવી છે.
Join Our Official Telegram Channel: