શોધખોળ કરો

Dahod: દાહોદમાં ટ્રેક્ટર પલટી જતાં અકસ્માત, બે લોકોના ઘટના સ્થળે જ મોત

દાહોદ: ભીચોર ગામે ટ્રેક્ટર પલટી જતાં અકસ્માત સર્જાયો છે. રાજસ્થાનનાં ગાગડતલાઈ ગામે રસ્તામાં ટ્રેક્ટર પલટી જતા અકસ્માત છે. આ અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે જ્યારથી 12થી 15 લોકો ઘાયલ થયા છે.

દાહોદ: ફતેપુરાના ભીચોર ગામે ટ્રેક્ટર પલટી જતાં અકસ્માત સર્જાયો છે. રાજસ્થાનનાં ગાગડતલાઈ ગામે રસ્તામાં ટ્રેક્ટર પલટી જતા અકસ્માત છે. આ અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે જ્યારથી 12થી 15 લોકો ઘાયલ થયા છે. ઘાયલ લોકોને 108 મારફતે ફતેપુરા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલિસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.

પાટણના આ ગામમાં યુવકે કર્યું અંધાધૂંધ ફાયરિંગ

પાટણ: હારીજ તાલુકાના દુનાવાડા ગામે ફાયરીંગની ઘટના સામે આવી છે. એક યુવાન દ્વારા 5થી વધુ રાઉન્ડ ફાયરીગ કરવામાં આવ્યું છે. દુનાવાડા ગામે થયેલ ફાયરીગની ઘટનામાં 3 લોકોને ઇજાઓ પહોંચી છે. દુનાવાડા ગામનાં જ યુવાને 5 થી વધુ રાઉન્ડ ફાયરીગ કરતા ત્રણ લોકો ઘાયલ થયા છે. જેમાંથી બે લોકોની હાલત નાજુક હોવાની વાત સામે આવી છે. દુનાવાડામા ફાઈરીગની ઘટના ઘટતા સમગ્ર ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દુનાવાડા ગામે ફાઈરીગની ઘટના બનતા dysp સહિત સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ત્યાર બાદ ફાયરિંગ કરનાર આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. 

ગુજરાતના યુવકનું આફ્રિકામાં અપહરણ

રાજકોટ:  શહેરના યુવાનનું આફ્રિકામાં અપહરણ થયું છે. જે બાદ આફ્રિકન કીડનેપર્સે યુવાનના પિતાને ખંડણી માટે ફોન કર્યો હતો. રૂપિયા દોઢ કરોડની માંગ કરતા યુવાનના પિતાએ રાજકોટ પોલીસ ક્રાઇમ બ્રાન્ચના દ્વાર ખખડાવ્યા હતા. રાજકોટ શહેર પોલીસે આફ્રિકા પોલીસનો સંપર્ક સાધી યુવાનને હેમખેમ છોડાવ્યો હતો. કીડનેપર્સ દ્વારા છેલ્લે રૂપિયા 30 લાખના સેટલમેન્ટ સાથે યુવાનને છોડવા તૈયાર થયા હતા. જો કે, લોકેશનના આધારે આફ્રિકન પોલીસે કીડનેપર્સને રૂપિયા 30 લાખ સાથે દબોચી ગુન્હો દાખલ કર્યો હતો. રાજકોટથી આફ્રિકા ગયેલ યુવાન હેમખેમ વતન પરત ફરતા પરિવારે હાંશકારો અનુભવ્યો હતો. રાજકોટના 80 ફૂટ રોડ પર રહેતા કેયૂર પ્રફુલભાઈ મલ્લીનું અપહરણ થયું હતું. કેયુર આફ્રિક ના જોનીસબર્ગમાં બિઝનેસ ટુર માટે ગયો હતો.

 દેશની સૌથી પ્રદુષિત નદીઓમાં સાબરમતી બીજા સ્થાને

અમદાવાદ: ગુજરાતમાં સાબરમતી-ભાદર સહિત કુલ ૧૩ નદીઓ પ્રદૂષિત હોવાનો અહેવાલ સામે આવ્યો છે. પ્રદૂષણ અટકાવવા કરોડોનો ખર્ચ છતાં સ્થિતિમાં સુધારો જોવા મળ્યો નથી. સાબરમતી નદીમાં રાયસણથી વૌઠા સુધી પટ્ટમાં બાયોકેમિકલ ડિમાન્ડ સૌથી વધુ ચિંતાજનક ૨૯૨ નોંધાઇ. CPCB ના રિપોર્ટ પ્રમાણે સાબરમતી નદી સૌથી પ્રદુષિત નદી સાથે બીજા નંબરે છે. આ મુદ્દે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે. Cpcb ના રિપોર્ટ પ્રમાણે સાબરમતી નદી બીજા નંબરની પ્રદુષિત નદી છે. આપણા માટે આ શરમની વાત છે. યમુનાના પ્રદુષણને લઈને અરવિંદ કેજરીવાલને ભાજપ બદનામ કરતું હતું. ખેડુતોના બોર પર મીટર મુકવાની જગ્યાએ સાબરમતીને શુદ્ધ કરવાનો એકશન પ્લાન બનાવો તેવી વાત આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget