શોધખોળ કરો

ગુજરાતના આ જિલ્લામાં હવે વેપારીઓએ કોરોના નેગેટિવ રાખવો પડશે, કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું

જો કોઈ આ જાહેરનામાનો ભંગ રશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના વધતા જતા કેસોને લઈ ક્લેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં હવે તમામ નગરપાલિકા વિસ્તાર અને ગામમાં ધંધા-રોજગાર કરતી વ્યક્તિઓએ કોવિડ નેગેટીવ રીપોર્ટ ધંધાના સ્થળે રાખવો પડશે. જો કે કોરોનાની રસી લીધેલા લોકો આમાંથી અપવાદ હશે.

જિલ્લા કલેકટરે શાકભાજીવાળા, હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણીની લારી, રીક્ષા, પાનના ગલ્લા, ચાની કીટલી, દુકાન, હેરસલુન તથા બ્યુટીપાર્લર, ખાનગી સિક્યુરીટી એજન્સી સહિતના કામ કરતાં વ્યક્તિઓ માટે જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ છે. જેમાં ધંધા કરતા વેપારીઓ કોવિડ નેગેટીવ હોવા બાબતનો દસ દિવસથી વધુ સમયનો ન હોય તેવો રિપોર્ટ ધંધાના સ્થળે ફરજીયાત ઉપલબ્ધ રાખવાનો રહેશે અને જો કોઈ આ જાહેરનામાનો ભંગ રશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

નોંધનીય છે કે, ગઈકાલે કોરોનાએ તમામ રેકોર્ડ તોડી દીધાં છે. ગઈકાલે રાજ્યમાં પ્રથમ વખત 10340 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 110 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 5377 પર પહોંચી ગયો છે.   
રાજ્યમાં ગઈકાલે 3981 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,37,545 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 61 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 61647 પર પહોંચ્યો છે. જેમાંથી 329 લોકો વેન્ટિલેટર પર અને 61318 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 83.43  ટકા છે. 

કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 27, સુરત  કોર્પોરેશનમાં 24,  રાજકોટ કોર્પોરેશન-9, વડોદરા કોર્પોરેશન-8, સુરેન્દ્રનગર 7,  ગાંધીનગર-4, સુરત-4, ભરુચ-3, જામનગર-3, જામનગર કોર્પોરેશન-3, બનાસકાંઠા-2, મહેસાણા-2, મોરબી-2, રાજકોટ-2, સાબરકાંઠા-2, વડોદરા-2, અમદાવાદ-1, અરવલ્લી-1, દેવભૂમિ દ્વારકા-1, ગાંધીનગર કોર્પોરેશન-1 અને જૂનાગઢ-ખેડામાં એક-એક કેસ સાથે કુલ 110 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. 

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

અમદાવાદ કોર્પોરેશનમાં 3641,  સુરત કોર્પોરેશનમાં 1929, રાજકોટ  કોર્પોરેશનમાં 683, સુરત-496, મહેસાણા-389,  વડોદરા કોર્પોરેશનમાં 325, જામનગર કોર્પોરેશન-234, વડોદરા-184, પાટણ-158, જામનગર-132, રાજકોટ-128, ભાવનગર કોર્પોરેશન-114, બનાસકાંઠા-112, નવસારી-104, તાપી-99, અમરેલી-98, કચ્છ-94, સુરેન્દ્રનગર-92, આણંદ-91, મહીસાગર-89, ભાવનગર-84, સાબરકાંઠા-82, ગાંધીનગર-79, પંચમહાલ-74, ગાંધીનગર કોર્પોરેશન-71, જુનાગઢ-70, દાહોદ-69, ખેડા-69, વલસાડ-61, દેવભૂમિ દ્વારકા-60,  ભરુચ-59, મોરબી-54 અને અમદાવાદમાં 53 કેસ નોંધાયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget