શોધખોળ કરો
સાબરકાંઠાના પ્રાંતિજ પાસે ત્રિપલ અકસ્માત, ગાડીમાં આગ લાગતા એક મહિલા બળીને ભડથું
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મજરા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. એક સાથે ત્રણ ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે.
સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મજરા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. એક સાથે ત્રણ ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે અને ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.
આ ત્રિપલ અકસ્માત બાદ CNG કારમાં આગ લાગી હતી. આગના પગલે ત્રણ ગાડીઓ બળીને ખાખ થઈ ગઈ છે. અકસ્માત એકનું મોત થયું છે જ્યારે ચાર લોકોની હાલત ગંભીર છે. કારમાંથી ન નિકળી શકતા મહિલાનુ મોત થયું છે. પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
પ્રાંતિજના મજરા પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. સીએનજી ગેસની ગાડી, ધાસ ભરેલ આઇસર અને પીકઅપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ વાહનોમા આગ લાગી હતી. આગમાં એક મહિલા બળીને ભડથું થઇ જતા મોત થયું છે. અન્ય બે સવાર ગંભીર છે,એક પુરુષ દાઝી જતા સારવાર અર્થે હોસ્પિિટલમાં ખસેડવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ધર્મ-જ્યોતિષ
દેશ
Advertisement