શોધખોળ કરો

Gujarat: ગુજરાતમાં અકસ્માતોની વણઝાર, ચાર અકસ્માતમાં ત્રણનાં મોત

ઇજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો. અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો.

સાબરકાંઠાના ઈડર-ખેડબ્રહ્મા હાઈવે પર બેફામ ટ્રક ચાલકે અકસ્માત સર્જ્યો હતો. મળતી જાણકારી અનુસાર,  ઈડર-ખેડબ્રહ્મા હાઈવે પર મહારાણા પ્રતાપ સર્કલ નજીક બેફામ ટ્રકના ચાલકે બાઈક પર જતા પરિવારને અડફેટે લીધો હતો. જેમાં ટ્રકની ટક્કરે માતા-પુત્રનું કરૂણ મોત થયું. જ્યારે પતિનો બચાવ થયો હતો. ઇજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો. અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે સ્ટેટ હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. ઈડર પોલીસે વાહનચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

અરવલ્લીના શામળાજી નજીક હિટ એન્ડ રનમાં એક યુવકનું મોત થયું છે. ખોડંબા ગામ પાસે બેફામ ટ્રકે બાઈક સવારને ટક્કર મારી હતી. બાઈકને ટ્રકની ટક્કર લાગતા ફૂટબોલની જેમ ફંગોળાઈને નીચે પટકાયા હતાં. જેમાં ગંભીર ઈજા થતા એકનું મોત થયું તો બેને ઈજા પહોંચતા સારવારમાં હોસ્પિટલ ખસેડાયા હતા. આ તરફ અકસ્માત સર્જી ટ્રક ચાલક રોડ પરના બેરિકેડ ઉડાવી ફરાર થઈ ગયો હતો. પોલીસની તપાસમાં સામે આવ્યું કે યુવકો પૂનમ નિમિતે શામળાજી દર્શને નીકળ્યા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો.

ગાંધીનગરના ક - 6 સર્કલ પાસે અકસ્માત સર્જાયો હતો. પોલીસ વાહન અને બાઈક સવાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે જણા ઇજાગ્રસ્ત થયા હતા. મહેસાણા મોઢેરા રોડ પર બની હિટ એન્ડ રનની ઘટના બની હતી. ભેંસો લઈ જઈ રહેલી એક મહીલાને કાર ચાલક ટકકર મારીને ફરાર થઇ ગયો હતો. મહીલાને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મોઢેરા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

તાજેતરમાં જ અમદાવાદના એસ.જી હાઇવે પર સોલા બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે ટુ-વ્હીલરને ટક્કર મારતા એક મહિલાનું મોત થયું હતું. કાર ચાલક અકસ્માત કરી ફરાર થઈ ગયો હતો. પોલીસે અકસ્માત કરનાર શ્લોક પટેલની ધરપકડ કરી હતી. આરોપી 25 વર્ષીય શ્લોક નારણપુરાનો રહેવાસી છે અને એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે.                                                          

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! 30 જિલ્લાઓમાં એલર્ટ જાહેર, જાણો ઓરેન્જ એલર્ટવાળા 4 જિલ્લા કયા છે?
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! 30 જિલ્લાઓમાં એલર્ટ જાહેર, જાણો ઓરેન્જ એલર્ટવાળા 4 જિલ્લા કયા છે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Monsoon Session: સંસદનું ચોમાસું સત્ર આજથી, નીટ પેપર લીક અને ઈથેનોલના મુદ્દે સરકારને ઘેરશે વિપક્ષ
Parliament Monsoon Session: સંસદનું ચોમાસું સત્ર આજથી, નીટ પેપર લીક અને ઈથેનોલના મુદ્દે સરકારને ઘેરશે વિપક્ષ
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ
FIFA World Cup Final: સ્પેન ફૂટબોલનો નવો બાદશાહ, ફાઈનલમાં મેસ્સીની આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
FIFA World Cup Final: સ્પેન ફૂટબોલનો નવો બાદશાહ, ફાઈનલમાં મેસ્સીની આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
CJP Parliament March: સોનમ વાંગચુક અને અભિજીત દીપકેની 'સંસદ ચલો' માર્ચ, હજારો લોકો પહોંચ્યા જંતર-મંતર, અલર્ટ પર દિલ્હી પોલીસ
CJP Parliament March: સોનમ વાંગચુક અને અભિજીત દીપકેની 'સંસદ ચલો' માર્ચ, હજારો લોકો પહોંચ્યા જંતર-મંતર, અલર્ટ પર દિલ્હી પોલીસ
FIFA World Cup 2026 Prize Money: વર્લ્ડ ચેમ્પિયન સ્પેનને મળ્યું કરોડોનું ઈનામ, ફાઈનલમાં હાર છતાં આર્જેન્ટિનાની ટીમ થઈ માલામાલ
FIFA World Cup 2026 Prize Money: વર્લ્ડ ચેમ્પિયન સ્પેનને મળ્યું કરોડોનું ઈનામ, ફાઈનલમાં હાર છતાં આર્જેન્ટિનાની ટીમ થઈ માલામાલ
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
Embed widget