શોધખોળ કરો
Advertisement
ગુજરાતના આ વિસ્તારમાં હજુ બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, 24 કલાકમાં 101 તાલુકામાં મેઘમહેર
દક્ષિણ ગુજરાતના નવસારીના જલાલપોરમાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. સુરત સિટીમાં પણ 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.
અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા આગામી 16 અને 17 જુલાઈ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ, જૂનાગઢમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ નવસારી, વલસાડ, દિવ, દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દાદરા નગર હવેલી, સુરત, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
તાપીમાં ભારે વરસાદની આગાહી કરી છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદ થઇ શકે છે. આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તો મધ્ય ગુજરાત અને અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 101 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના નવસારીના જલાલપોરમાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. સુરત સિટીમાં પણ 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. નવસારીમા પણ 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સુરતના ચોર્યાસીમાં પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. તો બોટાદમાં સવા બે ઈંચ વરસાદ પડ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement