શોધખોળ કરો

રાજ્યમાં વધુ બે લાંચિયા અધિકારી આવ્યા ACBની ઝપેટમાં, નાયબ મામલતદાર અને ઈજનેર લાંચ લેતા ઝડપાયા

આણંદ જિલ્લામાં બે લાંચિયા અધિકારીઓ લાંચ લેતા ઝડપાઈ ગયા છે. આંકલાવ મામલતદાર કચેરીના નાયબ મામલતદાર દિગ્વિજય જાડેજા લાંચ લેતા ઝડપાયા છે.

આણંદ જિલ્લામાં બે લાંચિયા અધિકારીઓ લાંચ લેતા ઝડપાઈ ગયા છે. આંકલાવ મામલતદાર કચેરીના નાયબ મામલતદાર દિગ્વિજય જાડેજા લાંચ લેતા ઝડપાયા છે. બીજી તરફ આણંદ જિલ્લાના તારાપુર mgvclના ડેપ્યુટી એન્જિનિયર પણ 60 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે. આણંદ LCBએ એક જ દિવસમાં બે લાંચિયા અધિકારીને કાયદેસરની કાર્યવાહી કરી ઝડપી પાડ્યા છે. હાલ બંને અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. 

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં એસીબી દ્વારા લાંચ લેતા અધિકારીઓ પર રેડ પાડવામાં આવી રહી છે. દરરોજ રાજ્યમાંથી કોઈને કોઈ જિલ્લામાંથી લાંચ લેતા અધિકારીઓ એસીબીની ઝપટે ચડે છે.  

ઓમિક્રોનની ગુજરાતમાં એન્ટ્રી થતા  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોલાવી બેઠક, જાણો શું અપાયા આદેશ ?

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થતા રાજ્ય સરકાર હરકતમાં આવી છે.  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી.   મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આરોગ્ય વિભાગને કડક સૂચનો આપ્યા છે. રાજ્યમાં ટેસ્ટિંગ સઘન બનાવવા સૂચના આપી છે. સંક્રમિત વ્યક્તિના પરિવાર અને તે વિસ્તારમાં સઘન ચેકીંગની સૂચના આપી છે. 

રાજ્યમાં ઓમીક્રોનનો પ્રથમ કેસ મળી આવવાને પગલે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આરોગ્ય તંત્રની આ નવા વેરિએન્ટ સામેની સજ્જતાની ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી હતી. જામનગરમાં નવા વેરિઅન્ટનો કેસ નોંધાયો છે.  આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહરાજ્યમંત્રી  હર્ષ સંઘવી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. મુખ્યમંત્રીએ ભારત સરકાર દ્વારા ઓમીક્રોન વેરિએન્ટ સંદર્ભે બહાર પાડવામાં આવેલી નવી ગાઇડલાઇન્સનો રાજ્યમાં ચુસ્તપણે અમલ કરવાની સૂચનાઓ આ બેઠકમાં આપી હતી.

આ સૂચનાઓના પાલનમાં સતર્કતા રાખીને કોઈ બાંધછોડ  નહિ કરવા તાકીદ કરી હતી.   ગુજરાતમાં ૩-T: ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને પોઝિટિવ કેસમાં ટ્રીટમેન્ટની વ્યૂહરચના સાથે આગળ વધવા તેમણે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીએ આ નવા વેરિઅંટ સંદર્ભમાં પણ સૌ નાગરિકોને સતર્કતા અને સાવચેતી રાખવાનો ખાસ આગ્રહ કરતા સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઇઝેશનનો ઉપયોગ પૂર્ણપણે કરવાની અપીલ પણ કરી  છે.  આ બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાશનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ સહિતના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.

ટોપ સ્ટોરી

લાલ ચટાકેદાર મરચું પાડશે બિમાર! ઘઉંનું ભુસું અને કેમિકલ કલર ભેળવતું કૌભાંડ ડીસામાંથી ઝડપાયું
લાલ ચટાકેદાર મરચું પાડશે બિમાર! ઘઉંનું ભુસું અને કેમિકલ કલર ભેળવતું કૌભાંડ ડીસામાંથી ઝડપાયું
ગુજરાતમાં 3-3 વરસાદી સિસ્ટમ સક્રિય છતાં કેમ નથી પડી રહ્યો વરસાદ? જાણો મોટું કારણ
ગુજરાતમાં 3-3 વરસાદી સિસ્ટમ સક્રિય છતાં કેમ નથી પડી રહ્યો વરસાદ? જાણો મોટું કારણ
Onion Price: ખાંડ બાદ ડુંગળીના ભાવમાં વધારો, છૂટકમાં ભાવ 80 રૂપિયા સુધી પહોંચવાની શક્યતા
Onion Price: ખાંડ બાદ ડુંગળીના ભાવમાં વધારો, છૂટકમાં ભાવ 80 રૂપિયા સુધી પહોંચવાની શક્યતા
"કાયદો સર્વોપરી છે, કોઇ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી", MLA ચૈતર વસાવાને જામીન આપવાનો હાઈકોર્ટનો ઈનકાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હોસ્ટેલમાં રેગિંગ
Hun To Bolish : હું તો બોલીશ : નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ-ડીઝલ નહીં
Hun To Bolish : હું તો બોલીશ : દવા પણ ડુપ્લીકેટ ?
Ahmedabad news: અમદાવાદની ડેરીઓમાં મનપાનું ચેકિંગ! ‘માધવી પેંડા’માં સ્થળ પર જ રેપિડ ટેસ્ટ
Ahmedabad Demolition Mystery: અમદાવાદમાં ભૂતિયા ડિમોલિશનનો ખેલ, 3 દુકાનો પર ફરી વળ્યું બુલડોઝર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈરાન સાથે સંબંધો તોડો નહીં તો પ્રતિબંધનો સામનો કરો', અમેરિકાની દુનિયાને ચેતવણી
'ઈરાન સાથે સંબંધો તોડો નહીં તો પ્રતિબંધનો સામનો કરો', અમેરિકાની દુનિયાને ચેતવણી
RBIએ ગ્રાહકોને કર્યા સતર્ક! KYCના નામ પર થઈ રહેલી છેતરપિંડીથી બચવાના બતાવ્યા ત્રણ નિયમ
RBIએ ગ્રાહકોને કર્યા સતર્ક! KYCના નામ પર થઈ રહેલી છેતરપિંડીથી બચવાના બતાવ્યા ત્રણ નિયમ
Onion Price Rise: ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં કેમ વધે છે ડુંગળીના ભાવ? સરકારે આપ્યો જવાબ
Onion Price Rise: ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં કેમ વધે છે ડુંગળીના ભાવ? સરકારે આપ્યો જવાબ
લાઈક અને વ્યૂઝના ચક્કરમાં ગર્લફ્રેન્ડને કાર પર કરાવી 3400 Kiss!, પોલીસે યુવક પાસે સાફ કરાવ્યા નિશાન
લાઈક અને વ્યૂઝના ચક્કરમાં ગર્લફ્રેન્ડને કાર પર કરાવી 3400 Kiss!, પોલીસે યુવક પાસે સાફ કરાવ્યા નિશાન
રેકોર્ડબ્રેક તેજી: સોનું 1.64 લાખ અને ચાંદી 2.53 લાખે પહોંચી, જાણો હવે ભાવ ઘટશે કે વધશે?
રેકોર્ડબ્રેક તેજી: સોનું 1.64 લાખ અને ચાંદી 2.53 લાખે પહોંચી, જાણો હવે ભાવ ઘટશે કે વધશે?
CJP ની મોટી જાહેરાત: દિલ્હીમાં 5 સપ્ટેમ્બરે કૂચ, કહ્યું- 'એક મહિનાથી સરકાર....'
CJP ની મોટી જાહેરાત: દિલ્હીમાં 5 સપ્ટેમ્બરે કૂચ, કહ્યું- 'એક મહિનાથી સરકાર....'
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનારા 7 ધુરંધર બેટ્સમેન, ઋષભ પંત છે ત્રીજા નંબરે
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનારા 7 ધુરંધર બેટ્સમેન, ઋષભ પંત છે ત્રીજા નંબરે
Horoscope Today : મકરમાં ચંદ્રમા, જાણો આજની તમામ 12 રાશિઓનું રાશિફળ
Horoscope Today : મકરમાં ચંદ્રમા, જાણો આજની તમામ 12 રાશિઓનું રાશિફળ
Embed widget