શોધખોળ કરો
બનાસકાંઠાઃ સુંઇગામમાંથી લાયસંસ વગરના હથિયાર સાથે બે શખ્સો ઝડપાયા, 716000નો મુદ્દામલ જપ્ત

બનાસકાંઠાઃ પ્રતિબંધિત સરહદિ વિસ્તાર સુંઇગામમાંથી 12 બોરની લાયસન્સ વગરની બંદુક સાથે 2 શખ્સો ઝડપાયા હતા. સુંઇગામમાં પોલીસ પેટ્રોલિંગ કરી રહ્યા હતી ત્યારે ગેરકાયદેસર રીતે હથિયારોની હેરાફેરી કરતા બે શખ્સોની અટકાયત કરી હતી. ઝડપાયેલા પૈકી એક શખ્સ દુંદા ગામનો ડેપ્યુટી સરપંચ છે. આરોપી પાસેથી 7,16,000 મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે સુંઇગામ પોલીસે આર્મ એક્ટ હેઠળ ગુનો નોંધી પીએસઆઇ જે.આર. શુકલાએ તપાસ હાથ ધરી છે.
વધુ વાંચો





















