શોધખોળ કરો
Advertisement
ગુજરાત કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યના ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલમાં ધારાસભ્યોના બે પુત્રોની સંડોવણી અંગે પોલીસે શું કહ્યું, જાણો વિગત
નિરંજન પટેલના સાંઈનાથ રોડ પર આવેલા કળશ પાર્ટી પ્લોટમાં આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને પેટલાદ શહેર પોલીસે દરોડો પાડ્યો હતો.
આણંદ: પેટલાદના કોંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલના ફાર્મ હાઉસ પર ચાલી રહેલી દારૂની મહેફિલ પર દરોડો પાડીને પોલીસે 11 વ્યક્તિની ધરપકડ કરી છે. આ ફાર્મ હાઉસ ભાડે અપાયેલું છે અને આ ઘટનામાં ધારાસભ્ય કે તેમના પુત્રોની સંડોવણી નહીં હોવાની પોલીસે સ્પષ્ટતા કરી છે.
આણંદ જિલ્લા પોલીસ વડા અજીત રાજીયાણે જણાવ્યું કે, નિરંજન પટેલના ફાર્મહાઉસ પર દરોડો પાડ્યો છે તે વાત સાચી છે પરંતુ ફાર્મ હાઉસ ભાડે આપેલું છે. આ ઘટનામાં ધારાસભ્ય પટેલના બંને પુત્રની કોઈ સંડોવણી નથી એવી સ્પષ્ટતા પણ તેમણે કરી છે.
નિરંજન પટેલના સાંઈનાથ રોડ પર આવેલા કળશ પાર્ટી પ્લોટમાં આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને પેટલાદ શહેર પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં 11 લોકો મહેફિલ માણતા ઝડપાયા હતા. આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ગુરૂવારે સાંજે પાર્ટી પ્લોટમાં 11 જેટલાં શખ્સો ભેગા મળીને દારૂની મહેફિલ જમાવીને જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી.
પોલીસે પેટલાદ પોલીસને સાથે રાખીને દરોડો પાડી 11 શખ્સોને ઝડપ્યા હતા. ઘટનાસ્થળેથી 3 દારૂની બોટલ કબ્જે કરાઈ હતી. ઝડપાયેલા તમામના રિપોર્ટ કરવા પેટલાદ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
દેશ
દેશ
Advertisement