Crime: ઉનામાં ગઠીયાઓની કરામત, સસ્તામાં સોનાના બિસ્કિટ આપવાની લાલચ આપી 90 લાખ પડાવ્યા, માર પણ માર્યો ને નાસી ગ્યા....
ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં એક લૂંટની ઘટનાએ ચર્ચા જગાવી છે, ઉનામાં એક ટોળકીએ સોનાના બિસ્કિટ સસ્તાં ભાવે આપવાની લાલચ આપીને 90 લાખ રૂપિયાની ઠગાઇ કરી છે
Una City Crime: ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં એક લૂંટની ઘટનાએ ચર્ચા જગાવી છે, ઉનામાં એક ટોળકીએ સોનાના બિસ્કિટ સસ્તાં ભાવે આપવાની લાલચ આપીને 90 લાખ રૂપિયાની ઠગાઇ કરી છે, આ સમગ્ર ઘટનાને અંજામ શહેરમાં મોટર સાયકલ લઇને આવેલા ચાર શખ્સો આપ્યો, આ ચારેય જણા 15 ટકા ઓછા ભાવે સોનાના બિસ્કિટ આપવાની લાલચ આપીને વેપારીને જામનગર સુધી લઇ ગયા હતા, જ્યાં તેને માર મારીને 9 લાખ રૂપિયા પડાવીને ફરાર થઇ ગયા હતા. હાલમાં આ ચારેય વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે, ગીર સોમનાથના ઉના શહેરમાં આ લૂંટની ઘટના ઘટી છે. શહેરના વડાલા ચોક વિસ્તારમાં ચાર શખ્સોએ સોનાનાં બિસ્કીટ પર પંદર ટકા ઓછાં ભાવે અપાવવાની લાલચ આપી હતી, આ શખ્સો વેપારીને જામનગર લઈ ગયાં બાદ 9 લાખ રૂપિયા રોકડા લીધાં પછી પાછળથી કાર આવી અને પોલીસ આવ્યાની બુમાબુમ કરી મોટરસાયકલ ઉપર આવેલાં બે શખ્શો પૈસા ઝૂંટવી ને મારમારી કરીને નાસી છૂટ્યા હતા. શહેરમાં વેપારીને 15 ટકા ઓછા ભાવે સોનાના બિસ્કિટ આપવાની લાલચ આપી હતી, આ લાલચમાં ગઠીયાઓએ 90 લાખ પહેલા જ લઇ લીધા હતા. આ ગઠીયાઓએ વેપારીને જામનગર સુધી લઇ ગયા અને પૈસા પડાવીને માર મારીને ફરાર થઇ ગયા હતા. આ અંગે ઉના પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો વિરુદ્ધ છેતરપિંડી અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દાહોદમાં તસ્કરો ત્રાટક્યા, ઘરમાંથી રોકડ, દાગીના સહિત લેપટૉપ લઇને ફરાર, માલિક માલિકને પણ માર્યો
દાહોદમાં તસ્કરોનો આતંક સામે આવ્યો છે. દાહોદમાં એક સોસાયટીમાં ચોરોએ ચોરી કરવા માટે અનોખી રીત અપનાવી છે, જે ઘરમાં ચોરી કરવાની હતી, જેમાં ઘૂસતા પહેલા સોસાયટીના અન્ય ઘરોને બહારથી બંધ કરી દીધા અને બાદમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ ઘરમાં ઘૂસીને રોકડ રકમ અને સોનાના દાગીના લઇને ફરાર થઇ ગયા હતા. મળતી માહિતી પ્રમાણે, દાહોદમાં ગઇરાત્રે તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપવા માટે અનોખી રીત અપનાવી છે. શહેરની મેઘદૂત સોસાયટીમાં ગઇરાત્રે તસ્કરો ત્રાટક્યા હતા, તસ્કરોએ સૌથી પહેલા સોસાયટીના અન્ય ઘરોને બહારથી બંધ કરી દીધા હતા, આ પછી ત્રણ તસ્કરોએ સાસાયટીમાં રેકી કરતાં રહ્યાં હતા, અને ચાર તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં ચોરી કરવા ગયેલા તસ્કરોએ ઘરમાથી રોકડ રકમ, સોનાના દાગીના અને લેપટૉપની ચોરી ગયા હતા, જોકે, તે સમયે મકાન માલિક જાગી જતાં તસ્કરોએ તેના પર હથોડા વડે હૂમલો કર્યો હતો. રાત્રિ દરમિયાન થયેલી ચોરીની ઘટનાથી સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાયો છે.
લગ્નની શરણાઇઓ વચ્ચે ચોરની કરામત, 23 તોલા સોનાના દાગીના ભરેલી બેગ કરી ગાયબ, લગ્ન મંડપમાં દોડધામ
ગુજરાતમાં અત્યારે લગ્નની સિઝન પુરજોશમાં ચાલી રહી છે, એકબાજુ લોકો લગ્નની મોજ કરી રહ્યાં છે, તો બીજીબાજુ ચોરીની ઘટનાઓ વધી રહી છે, અમદાવાદ બાદ હવે વલસાડમાંથી લગ્ન મંડપમાંથી ચોરીની ઘટના સામે આવી છે. વલસાડના ઉમરગામના એક ગામમાં લગ્ન વિધિ દરમિયાન 23 તોલા સોનાના દાગીના ભરેલી બેગ ગાયબ થઇ જતાં દોડધામ મચી ગઇ હતી. જોકે, હજુ સુધી આ અંગે કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. મળતી માહિતી પ્રમાણે, વલસાડ જિલ્લામાં એક અનોખી ચોરીની ઘટનાએ તમામને ચોંકાવી દીધા છે. વલસાડ જિલ્લાના ઉમરગામના નાહુલી ગામમાં એક લગ્ન સમારંભ ચાલી રહ્યો હતો, લગ્નની શરણાઈઓ વાગી રહી હતા અને આ બધાની વચ્ચે એક ગઠિયો તકનો લાભ લઇને લગ્ન મંડપમાંથી સોનાના દાગીના ભરેલી બેગ ગાયબ કરી ગયો હતો. જોકે, આ અંગે હજુ સુધી પુષ્ટી થઇ શકી નથી કે બેગ કોને ગાયબ કરી. નાહુલી ગામમાં દીકરીના લગ્ન પ્રસંગમાં જ્યારે વરપક્ષનો પરિવાર આવ્યો હતો, તે સમયે વરપક્ષના પરિવારની 23 તોલા સોનાના દાગીના ભરેલી બેગ થઇ જતાં લગ્ન મંડપમાં દોડધામ મચી ગઇ હતી. આ ઘટના બાદ જ્યારે સીસીટીવી ફૂટેજ જોવામાં આવ્યા તો તેમાં એક એક અજાણ્યા વ્યક્તિની શંકાસ્પદ હરકતો કેમેરામાં કેદ થઇ ગઇ હતી. આ સીસીટીવી ફૂટેજ હાલમાં વાયરલ થઇ રહી છે. આ સમગ્ર ચોરીના ઘટના ઘટી હોવા છતાં હજુ સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.