Uniform Civil Code: ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાને લઈને મોટી જાહેરાત
Uniform Civil Code: ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી રૂપાલા આજે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી છે.
Uniform Civil Code: ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી રૂપાલા આજે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી છે. આ અવસરે રૂપાલાએ કહ્યું કે, વર્ષોથી આ મુદ્દો અટવાયેલો હતો. હવે ગુજરાતમાં ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે. આ અંગે એક કમિટીની રચના કરવામાં આવશે. આ કમિટી ગઠનના અધિકાર સીએમ ભુપેન્દ્ર પટેલને આપવામાં આવ્યો છે.
રાજ્યમાં સમાન સીવીલ કોડ (Uniform Civil Code)ની આવશ્યકતા ચકાસવા તથા આ કોડ માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રિમ કોર્ટ/હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશશ્રીની અધ્યક્ષતામાં ઉચ્ચકક્ષાની સમિતિની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય આજે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવામાં આવ્યો છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 29, 2022
રાજ્યમાં સમાન સીવીલ કોડ (Uniform Civil Code)ની આવશ્યકતા ચકાસવા તથા આ કોડ માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રિમ કોર્ટ/હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં ઉચ્ચકક્ષાની સમિતિની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય આજે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવામાં આવ્યો હોવાની માહિતી સીએમ ભુપેન્દ્ર પટેલે કરી છે. આ નિયમ લાગુ થયા બાદ લગ્ન, છૂટાછેડા માટે એક જ નિયમો લાગુ પડશે. કેબિનેટ બેઠક બાદ એક કમિટીની રચના કરવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટીમને શુભકામના
કેન્દ્રીય મંત્રી રૂપાલાએ વધુમાં કહ્યું કે, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્ર ગૃહમંત્રી અમીત શાહ અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ કેબિનેટ બેઠકમાં ઐતિહાસિક નિર્ણય લીધો છે. દરેક રાજ્યમાં દરેક નાગરિકો માટે સંવિધાન એક હોય. રામ જન્મ ભૂમિ નારા, ૩૭૦ કલમના નારા અને કોમન સિવિલ કોડનો નારો લગાવતા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટીમને શુભકામના કે એમને આ જાહેરાત કરી. કમિટીની રચના જલ્દી કરવામાં આવશે. કોઈ મારપીટ કરી હોય તો બધાને એક કાયદા લાગુ પડે પણ મિલકતની વાત આવે ત્યારે છોકરીને મિલકત આપવી ના આપવી એવી દુવિધા.
એક ભારત શ્રેષ્ઠ ભારત
પ્રધાનમંત્રી એક વાત સામે આવી એક ભારત શ્રેષ્ઠ ભારત. પહેલા મત ભેદ થતાં. અત્યાર સુધીમાં જીએસટી સહિતના બધા નિયમ સર્વાનુમતે લેવામાં આવ્યા છે. આજ રાજ્ય સરકાર મનમાં કોઈ વાત આવે ત્યારે સીધી રીતે અમલ ન કરી શકે. એક કાનૂન લાગુ કરવાથી એક સમાન અધિકારની ઘોષણા કરવામાં આવી. દેશમાં કડી આગળ વધારવાનો શ્રેય ગુજરાતને મળશે. હાઇકોર્ટના નિવૃત્ત જજની કમિટી બનાવવામાં આવશે. જ્યારે કમિટીમાં 4 સભ્ય હશે. આ એક અલગ પ્રકારનો નિર્ણય છે. સિવિલ ડીસબ્યુટને ધ્યાનમાં લઈ નિર્ણય લેવામાં આવ્યો છે. ધાર્મિક સાંપ્રદાયિક અધિકાર માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાતમાં AAPએ કોને મુખ્યમંત્રી પદનો ચહેરો બનાવવા લીધો નિર્ણય?
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. જોકે, આ વખતે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ખૂબ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. તેમજ તેમણે અત્યાર સુધીમાં 86 ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે. હવે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરાને લઈને મોટા સમચાાર સામે આવ્યા છે. મિશન 2022 માટે આમ આદમી પાર્ટી લોકોનો અભિપ્રાય જાણશે. મુખ્યમંત્રીનો ચેહરો જાહેર કરવા માટે લોકોના સૂચનો જાણશે. સૂચનો જાણ્યા બાદ આમ આદમી પાર્ટી મુખ્યમંત્રીનો ચેહરો જાહેર કરશે. મુખ્યમંત્રીનો ચેહરો જાહેર કરી તેનો પ્રચાર પણ બમણા જોરથી કરશે. સુરત ખાતે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ભાજપે જનતા પાસેથી મુખ્યમંત્રી કોને બનાવશે એ જ પૂછ્યું નથી, પરંતુ અમે જનતાને પૂછીને જ નિર્ણય લઈએ છીએ, આજે અમે ગુજરાતની જનતાને પૂછીએ છીએ કે તમે કોને મુખ્યમંત્રી બનાવવા માંગો છો, અમે 4 તારીખે જણાવીશું કે ગુજરાતના લોકો કોને મુખ્યમંત્રી બનાવવા માંગે છે.