ભાજપના ક્યા નેતાએ કર્યો દાવોઃ અમિત શાહના કાર્યક્રમમાં 50 હજાર ખુરશી પણ ઓછી પડશે.........
ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે નડિયાદના મહેમાન બનશે. જે અંગે વિધાનસભા દંડક પંકજ દેસાઈએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આ કાર્યક્રમમમાં 50 હજાર ખુરશીઓ પણ ઓછી પડશે.
નડિયાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે નડિયાદના મહેમાન બનશે. જે અંગે વિધાનસભા દંડક પંકજ દેસાઈએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આ કાર્યક્રમમાં 50 હજાર ખુરશીઓ પણ ઓછી પડશે. વિધાનસભાની ચૂંટણીને જોતા મધ્ય ગુજરાત માટે આજનો કાર્યક્રમ મહત્વનો માનવામાં આવે છે. આ કાર્યક્રમમમાં 300 કરોડથી વધુના ખાતમૂર્હત અને લોકાર્પણ થશે. આ ઉપરાંત પોલિસ અધિકારીઓને પણ સન્માનિત કરવામાં આવશે. તો બીજી તરફ કોરોનામાં સારી કામગીરી કરનાર નાગરિકોનું પણ સન્માન કરવામાં આવશે. રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા એચ એમ દેસાઈ અને ડાયાલાલ શાસ્ત્રીને પણ સન્માનિત કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પીએમ મોદી અને અમિત શાહનો ગુજરાત પ્રવાસ મહત્વનો માનવામાં આવે છે.
હાર્દિક પટેલ 30 મેએ ભાજપમાં જોડાશે ? જાણો શું કર્યું મોટું એલાન ?
અમદાવાદઃ માત્ર 22 વર્ષની ઉંમરે ગુજરાતની લોકપ્રિયતાના શિખરે પહોંચેલા હાર્દિક પટેલની ઉંમર 30 વર્ષ પણ નથી અને તે દેશના મીડિયાની હેડલાઇન્સમાં રહે છે. હાર્દિકે તાજેતરમાં કોંગ્રેસ છોડી દીધી છે. ન્યુઝ18ને આપેલા ઈન્ટરવ્યૂમાં હાર્દિક પટેલે કહ્યું છે કે, તે 30 મેના રોજ ભાજપમાં જોડાઈ રહ્યા છે અને પાર્ટી નક્કી કરશે કે તેઓ કઈ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડશે. તેમણે એમ પણ કહ્યું કે, તેઓ સોમનાથ મંદિરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની એકતા યાત્રાનું નેતૃત્વ પણ કરશે.
પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે, હાર્દિક પટેલ ભાજપમાં જોડાવાનો આ એક ભવ્ય કાર્યક્રમ હશે. તેમને ભાજપમાં જોડાવા માટે બે વિકલ્પ આપવામાં આવ્યા હતા. તેઓ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષની હાજરીમાં અથવા ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવની હાજરીમાં અથવા બી.એલ. સંતોષની હાજરીમાં ગાંધીનગરમાં પાર્ટીમાં જોડાઈ શકે છે. તેણે બીજો વિકલ્પ પસંદ કર્યો. સૂત્રોએ જણાવ્યું કે હાર્દિક અને ભાજપ આ દિવસે એક મોટી સભાને સંબોધવાનું આયોજન કરી રહ્યા છે.
ભાજપ સાથે સંકળાયેલા હોવાના સવાલના જવાબમાં હાર્દિક પટેલે કહ્યું હતું કે, જો તમે આટલા મોટા મંચ પરથી કહો છો કે હું ભાજપ સંઘ પરિવાર સાથે જોડાયેલો હતો તો માની લઈએ કે હું જોડાયેલો હતો. હાર્દિકે કહ્યું કે, સંઘ સાથે નહીં પરંતુ અમે ભાજપ સાથે ચોક્કસ જોડાયેલા હતા. જ્યારે આનંદીબેન પટેલ તાલુકામાંથી ચૂંટણી લડતા હતા ત્યારે તેમણે મારા પિતાને ભાઈ બનાવ્યા હતા. મારા પિતા તે સમયે સબમર્સિબલ પંપનો વ્યવસાય કરતા હતા. તેઓ આનંદીબેન પટેલ સાથે તેમના ચૂંટણી પ્રચાર માટે જતા હતા. મારા પિતા સાથે ભાજપનો સંબંધ હતો, આ સંબંધને કારણે હું મારા આંદોલન વખતે પણ આનંદીબેન પટેલને કાકી કહેતો હતો.