શોધખોળ કરો

Unseasonal Rain Live Updates: સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી

ગીર સોમનાથ જિલ્લાના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી કમોસમી વરસાદ વરસ્યો હતો

Key Events
Unseasonal Rain Live Updates: Unseasonal rain in several areas of Gir Somnath district, damage to mango crop Unseasonal Rain Live Updates: સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી
ગીર સોમનાથમાં વરસાદ

Background

ગીર સોમનાથ જિલ્લાના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી કમોસમી વરસાદ વરસ્યો હતો. તાલાલા, સુત્રાપાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. તાલાલાના ધાવા, આકોલવાડી, સુરવા, જાવંત્રી ગામે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને પગલે ખેડૂતોની ચિંતા વધી છે. માવઠાના કારણે કેરીના પાકને ભારે નુક્સાન થવાની શક્યતા છે.

ગીર સોમનાથ જિલ્લામાં બે દિવસ પૂર્વે તાલાલા, ઉના અને ગીર ગઢડા તાલુકામાં ભારે પવન સાથે વરસેલા ધોધમાર વરસાદે ખેડૂતોને બરબાદ કરી નાંખ્યા હતા. ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો મોટાભાગે કેરી, નાળિયેર સહિતના બાગાયત પાકોની ખેતી કરે છે. કેસર કેરીની ખેતી કરતા ખેડૂતો પર તો પડ્યા પર પાટુ જેવો ઘાટ ઘડાયો છે. માવઠા પહેલા પ્રતિ કિલો કાચી કેરી 80થી 100 રૂપિયે વેચાતી હતી. જેના આજે ખેડૂતોને માત્ર 5થી 10 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે. ભારે પવનના કારણે આંબા પરથી કાચી કેરીઓ ખરી પડતા ખેડૂતોને ફટકો પડ્યો છે. બીજી તરફ માવઠા બાદ હવે ભાવ પણ ગગડી ગયા હતા.  આ અંગે બાગાયત અધિકારીએ કહ્યું કે માવઠાના કારણે કેસર કેરીના પાકને એક તો નુકસાન થયું જ હતું.  પાછુ કરા સાથે વરસાદ વરસતા ખેડૂતોને બેવડો ફટકો પડ્યો હતો.

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસી રહેલા કમોસમી વરસાદની ફૂલોના ભાવમાં વધારો થયો છે. માવઠાથી ફૂલોની આવકમાં ઘટાડો થયો છે. જેના કારણે ભાવ આસમાને પહોંચ્યા છે. ભાવમાં બમણો વધારો થતા ગ્રાહકો પર માઠી અસર પડી રહી છે. એક તરફ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે. ત્યારે બીજી તરફ ગુલાબનો ભાવ જે પહેલા 30 રૂપિયા હતો. તે હાલ 60 રૂપિયા પર પહોચ્યો છે. તો મોગરાનો ભાવ 140 હતો. તે હાલ 300 રૂપિયાની આસપાસ પહોંચ્યો છે.

14:10 PM (IST)  •  24 Mar 2023

આગામી 24 કલાક કમોસમી વરસાદની આગાહી

રાજ્યના ખેડૂતોના માથે હજુ પણ માવઠાનું સંકટ યથાવત છે. આગામી 24 કલાક રાજ્યમાં કમોસમી વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે સાઉથ વેસ્ટ રાજસ્થાન તરફના સર્ક્યુલેશનના કારણે વરસાદ વરસી શકે છે. જેમાં જૂનાગઢ, પોરબંદર, જામનગર,ભાવનગર, બોટાદ,કચ્છમાં માવઠાની આગાહી છે. સાથે આણંદ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં વરસાદ વરસી શકે છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે

14:09 PM (IST)  •  24 Mar 2023

ભાવનગરમાં વરસાદથી ખેડૂતોને નુકસાન

ભાવનગરમાં સતત એક સપ્તાહ વરસાદ વરસ્યો છે  જેના કારણે ખેડૂતોની સ્થિતિ વધુ ખરાબ બની હતી. સૌથી વધુ મહુવા, તળાજા, જેસર, સીદસર, શામપરા, ફરિયાદકા, કણકોટ સહિતના ગામોમાં ખેતી પાકને મોટું નુકસાન થયું છે. જ્યારે બાગાયતી પાકમાં કેરી, લીંબુને ખરાબ અસર પહોંચી છે. તો આ તરફ ખેડૂતોની ડુંગળી યાર્ડમાં જ પલળી ગઈ છે. ખેડૂતોની માંગ છે કે સરકાર તાત્કાલિક નુકસાનીનો સર્વે કરે અને ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે.

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'
Asia Cup Controversy: મેચ હાર્યા પણ ઝુક્યા નહીં! પાકિસ્તાનના મંત્રી પાસેથી મેડલ ન લીધા, ભારતે બતાવી ઓકાત
Asia Cup Controversy: મેચ હાર્યા પણ ઝુક્યા નહીં! પાકિસ્તાનના મંત્રી પાસેથી મેડલ ન લીધા, ભારતે બતાવી ઓકાત
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
IND vs PAK: એશિયા કપ ફાઇનલમાં ભારતની હારના 4 મોટા કારણો, સમીર મિનહાસે એકલા હાથે બાજી પલટી નાખી
IND vs PAK: એશિયા કપ ફાઇનલમાં ભારતની હારના 4 મોટા કારણો, સમીર મિનહાસે એકલા હાથે બાજી પલટી નાખી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આવા લોકો બનશે ભવિષ્યમાં નેતા ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ઉંમરે પણ નહીં સુધરો ?
Hun To Bolish : હું તો બોલીશ : પાણીએ પાડ્યા બીમાર!
Gujarat Winter : ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર, બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર
Under-19 Asia Cup final 2025 : U-19 એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાન સામે ભારતની હાર, 191 રને પરાજય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'
Asia Cup Controversy: મેચ હાર્યા પણ ઝુક્યા નહીં! પાકિસ્તાનના મંત્રી પાસેથી મેડલ ન લીધા, ભારતે બતાવી ઓકાત
Asia Cup Controversy: મેચ હાર્યા પણ ઝુક્યા નહીં! પાકિસ્તાનના મંત્રી પાસેથી મેડલ ન લીધા, ભારતે બતાવી ઓકાત
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
IND vs PAK: એશિયા કપ ફાઇનલમાં ભારતની હારના 4 મોટા કારણો, સમીર મિનહાસે એકલા હાથે બાજી પલટી નાખી
IND vs PAK: એશિયા કપ ફાઇનલમાં ભારતની હારના 4 મોટા કારણો, સમીર મિનહાસે એકલા હાથે બાજી પલટી નાખી
WTC Points Table: એશિઝમાં કાંગારૂઓની જીતથી ભારતનું ટેન્શન વધ્યું! રેન્કિંગમાં મોટી ઉથલપાથલ, ભારતની હાલત ખરાબ
WTC Points Table: એશિઝમાં કાંગારૂઓની જીતથી ભારતનું ટેન્શન વધ્યું! રેન્કિંગમાં મોટી ઉથલપાથલ, ભારતની હાલત ખરાબ
IND vs PAK: પાકિસ્તાની બોલરને ઓકાત બતાવી! સ્લેજિંગ કરતા જ વૈભવ સૂર્યવંશી ભડક્યો, જુઓ Video Viral
IND vs PAK: પાકિસ્તાની બોલરને ઓકાત બતાવી! સ્લેજિંગ કરતા જ વૈભવ સૂર્યવંશી ભડક્યો, જુઓ Video Viral
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
Shubman Gill Dropped: ગિલની બાદબાકી પર ગૌતમ ગંભીરનું સૂચક મૌન! એરપોર્ટ પરનો વીડિયો જોઈ ચાહકો ચોંક્યા
Shubman Gill Dropped: ગિલની બાદબાકી પર ગૌતમ ગંભીરનું સૂચક મૌન! એરપોર્ટ પરનો વીડિયો જોઈ ચાહકો ચોંક્યા
Embed widget