Unseasonal Rain: ઉનાળાની ભરબપોરે કચ્છમાં માવઠું, દ્વારકા-અમરેલી, સાબરકાંઠામાં પણ કમોસમી વરસાદ, કેરીના પાકને નુકસાન
ઉનાળાની ભરબપોરે આજે ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. આજે રાજ્યમાં કચ્છ, દ્વારકા, સાબરકાંઠા અને અમરેલી જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો
Unseasonal Rainfall News: ગુજરાતમાં વરસાદની આગાહીની વચ્ચે આજે કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો, કમોસમી વરસાદથી ફરી એકવાર ગુજરાતનું વાતાવરણ ડહોળાયુ છે. હવામાન વિભાગ અને આગાહીકારોએ થોડાક દિવસો પહેલા જ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી, જે અંતર્ગત આજે કચ્છ, દ્વારકા, સાબરકાંઠા અને અમરેલી જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો હતો.
ઉનાળાની ભરબપોરે આજે ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. આજે રાજ્યમાં કચ્છ, દ્વારકા, સાબરકાંઠા અને અમરેલી જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો. ગઇકાલથી શરૂ થયેલો વરસાદ આજે પણ કચ્છમાં પડ્યો હતો, આજે સતત બીજા દિવસે કચ્છમાં વરસાદ પડ્યો, જિલ્લામાં રાપર અને અંજાર તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત દેશલપર, સામત્રા, માનકુવા, દેશલપર વાંઢ, કેરા સહિત ગાજવીજ સાથે વરસાદી ઝાંપટા જોવા મળ્યા હતા, કમોસમી વરસાદ થતાં જિલ્લામાં કેરી સહિતના કેટલાક પાકોને નુકસાન પહોંચ્યુ છે.
કચ્છ ઉપરાંત આજે અમરેલી જિલ્લામાં પણ સતત બીજા દિવસે વરસાદ ખાબક્યો હતો. જિલ્લામાં ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું થયુ, જેમાં ખાસ કરીને દલખાણીયા, આંબાગાળા, પાણીયા, મીઠાપુરમાં વરસાદ પડ્યો હતો, કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાનીની ભીતી સેવાઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ અને આગાહીકારોની આગાહી પ્રમાણે સતત બે દિવસથી રાજ્યમાં ઠેર ઠેર માવઠું થઇ રહ્યું છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં આજે ફરી એકવાર કમોસમી વરસાદ શરૂ થયો હતો, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ, દ્વારકા અને અમરેલીમાં વરસાદ પડ્યો હતો.
કાળઝાળ ગરમી વચ્ચે અમરેલી અને કચ્છમાં વરસાદી માહોલ, માવઠાને લઈને હવામાન વિભાગની મોટી આગાહી
રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તો બીજી તરફ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. આ વરસાદને કારણે લોકોને ગરમીથી આંશિક રાહત જરુર મળી છે પરંતુ વરસાદને કારણે કેરીના પાકને ભારે નુકશાન થશે. જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
સૌ પ્રથમ વાત કરીએ સૌરષ્ટ્રની તો અહીં અમરેલીના ધારી અને ખાંભાના ગામોમાં વરસાદ પડ્યો છે. ધારી,ગીરના પાતળા, તરશિંગડા, રાજસ્થળી,ગઢીયા,ચાવંડ સહિતના ગામોમાં માવઠું પડ્યું છે. માવઠાના કારણે કેરીના પાકને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે. તો બીજી તરફ કચ્છ વિસ્તારમાં પણ માવઠું પડ્યું છે. કચ્છના અંજાર, ભુજ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અંજાર, હીરપરા, રતનાલ, સતાપર સહિતના ગામોમાં કમોસની વરસાદ પડ્યો છે. ભુજમાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે. ભુજના ખેંગારપર, મોખાણા, નડાપા ઉપરાંત અંજાર, હીરપરા, રતનાલ વિસ્તારમાં વરસાદ પડ્યો છે.
હજુ પણ રાજ્યમાં બે દિવસ વરસાદનું સંકટ જે સાઇકલોનીક સર્ક્યુલેશન સિસ્ટમ ગઈકાલે સૌરાષ્ટ્ર કચ્છમાંથી હટીને સાઉથ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં આ સિસ્ટમ હવે સક્રિય થઈ છે ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. આવતીકાલે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં સામાન્ય છૂટાછવાયા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે બે દિવસ વાતાવરણમાં કોઈ ફેરફાર નહીં પરંતુ ત્યારબાદ ફરી એક વખત કાળજાળ ગરમીમાં શેકવા માટે તૈયાર રહેવું પડશે. આ સિવાય સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠે અકળામણ અનુભવાશે.
રાજ્યમાં આજે દક્ષિણ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ગાજવીજ સાથે કોઈ કોઈ વિસ્તારમાં પ્રીમોનસુંન વરસાદની શક્યતા છે. આવતીકાલે મધ્ય ગુજરાત,કચ્છ,ઉતર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગો ભારે ગાજવીજ સાથે વરસાદ પડી શકેની આગાહી અંબાલાલ પટેલે કરી છે. સાંજના સમયે પ્રીમોનસૂન એકટીવિટી વધુ જોવા મળશે. રાજ્યમાં 18 એપ્રિલે વધુ એક પશ્ચિમી વિક્ષેપ આવશે જે રાજ્યના કેટલાક ભાગોમાં 20 એપ્રિલ સુધી પવન સાથે પ્રીમોનસૂન એકટીવિટી લાવી શકે. રાજ્યમાં બીજા સપ્તાહથી ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા છે. રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ જઈ શકે છે. રાજ્યમાં આ વર્ષે ખેડૂતો માટે વરસાદ સારો રહવાની આગાહી અંબાલાલ પટેલે કરતા જણાવ્યું હતું કે શરૂઆતમાં સાર્વત્રિક વરસાદને બદલે ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ વેહચાઈ જશે જ્યારે જુલાઈ અને ઑગસ્ટ માસમાં રાજ્યમાં સાર્વત્રિક સારો વરસાદ રહવાની શક્યતા છે.