Gujarat Weather Update Live :અમદાવાદ સહિત આ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ, જાણો રાજ્યમાં શું છે માવઠાની સ્થિતિ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. અમદાવાદ ગાંધીનગર સૌરાષ્ટ્ર કચ્છ સહિતના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે.
LIVE
Background
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. અમદાવાદ ગાંધીનગર સૌરાષ્ટ્ર કચ્છ સહિતના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં
એસજી હાઇવે, ગોતા, રાણીપ , બોપાલ, સાઉથ બોપલ, સેલા, સાબરમતી,બાપુનગર, મણિનગર સહિત વેજલપુરમાં આજે વહેલી સવારથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. માવઠાએ ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જી દીધો છે.
લોધિકામાં પણ ભારે પવન ફૂંકાતા અનેક વીજ પોલ ધરાશાયી
લોધિકામાં પણ ભારે પવન ફૂંકાતા અનેક વીજ પોલ ધરાશાયી થયા હતા. શુક્રવારે લોધિકામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. પવન ફૂંકાતા આશરે 25થી વધુ વીજ પોલ જમીનદોસ્ત થતા વીજપુરવઠો ખોરવાયો હતો જેને લઇ PGVCLની ટીમે રિપેરીંગ કામગીરી શરૂ કરી હતી.
વડોદરાના ડેસરમાં વૃક્ષો ધરાશાયી
ભારે પવન સાથે વરસાદ વરસતા વડોદરાના ડેસરમાં વૃક્ષો ધરાશાયી થયા હતા. ડુંગરીપુરા ઉટવાડ માર્ગ ઉપર ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થતાં વાહન વ્યવહાર પર માઠી અસર થઇ હતી. વૃક્ષોની સાથે 3 વીજપોલ ધરાશાયી થતા વીજ પુરવઠો પણ ખોરવાયો હતો.
કોડીનાર નું ક્રિકેટ સ્ટેડિયમ પાણી ભરાયું
કોડીનારમાં પણ કમોસમી વરસાદે જનજીવને પ્રભાવિત કર્યું છે, વહેલી સવારથી ગાજવીજ સાથે પડેલા વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. ધોધમાર વરસાદના પગલે સવારે ક્રિકેટ સ્ટેડિયમ પાણી થી છલોછલ ભરાઇ ગયું હતું.
કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છમાં આજે સવારથી વરસાદ પડી રહ્યો છે. કચ્છના અનેક વિસ્તારમા કમોસમી વરસાદ પડતાં ખેડૂતો ચિંતામાં મૂક્યા છે. કચ્છના ત્રાયા, ગળપાદર, રાયધણપર વાડી,(ભુજમાં ગાજ વીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો.
જામનગરના ધ્રોલમા છેલ્લા 2 કલાકમાં પડ્યો દોઢ ઇંચ વરસાદ
જામનગરના ધ્રોલમા છેલ્લા 2 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો, સવારે 10 થી 12 કલાક વચ્ચે દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે.ધ્રોલમાં એકધારા વરસાદથી કેટલાક રસ્તાઓ પણ પાણી ફરી વાળ્યાં છે. ભર ચોમાસે જોવા મળતા દ્રશ્યો ઉનાળામાં ધ્રોલમાં જોવા મળ્યા હતા.
હવામાન વિભાગની આગાહી મુજબ મોરબી,પોરબંદર,સુરેન્દ્રનગર,બોટાદ,પાટણ ,મહેસાણા,છોટાઉદેપુરમા પવનની 40 કિમી ઝડપની સાથે વરસાદ વરસવાનો અનુમામ છે.