શોધખોળ કરો

મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં માવઠાનો માર, વરસાદથી વેપારીઓની ઉત્તરાયણ બગડી, ખેડૂતો પણ ચિંતિત

દાહોદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું થયું છે અને દાહોદના રાબડાલ, જાલત, છાપરી, ગલાલીયાવાડ, રામપુરા, રળીયાતી સહિત ગામોમાં વરસાદથી ખેડૂતો ચિંતામાં છે.

Gujarat Weather: આગાહી વચ્ચે મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ વરસ્યો છે. દાહોદ, છોટા ઉદેપુર, વડોદરાના ડભોઈ, શિનોર, વાઘોડિયા સહિતના વિસ્તારોમાં માવઠું થયું છે. દાહોદમાં વહેલી સવારથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગરબાડા, ધાનપુર, લીમખેડા,  દેવગઢ બારિયા, સંજેલી  સહિત વિસ્તારોમાં કમોમસી વરસાદ વરસ્યો છે.

દાહોદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું થયું છે અને દાહોદના રાબડાલ, જાલત, છાપરી, ગલાલીયાવાડ, રામપુરા, રળીયાતી સહિત ગામોમાં વરસાદથી ખેડૂતો ચિંતામાં છે. તો આ તરફ છોટા ઉદેપુર જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે. છોટાઉદેપુર નગર સહિત તેજગઢ, દેવહાંટ, ઝોઝ પંથકમાં વરસાદ નોંધાયો છે. કપાસ, મકાઈ, તુવેર, દિવેલા સહિતનાં પાકોને નુકસાની જવાની ખેડૂતોને ભીતિ સતાવી રહી છે. તો મોડી રાત્રે વરસાદ વરસતા બોડેલી સહિત આસપાસના વિસ્તારોમાં જીનમા મુકેલ કપાસનો પાક પલળી ગયો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે એટલે કે 10 જાન્યુઆરીએ જસ્થાન, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણામાં તીવ્ર થી અતિશય ઠંડો દિવસ રહેવાની સંભાવના છે.

દેશભરના ઘણા રાજ્યોમાં કડકડતી ઠંડીના કારણે લોકોને ઘરમાં જ રહેવાની ફરજ પડી છે. ધુમ્મસને કારણે ફ્લાઈટથી લઈને ટ્રેન સુધીની તમામ હવાઈ સેવાઓને અસર થઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે એટલે કે બુધવાર (10 જાન્યુઆરી 2024) દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, ઝારખંડ, પંજાબ અને રાજસ્થાનના ઘણા ભાગોમાં શીત લહેર આવવાની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બુધવારે (10 જાન્યુઆરી, 2024) રાજધાની દિલ્હીમાં વાદળછાયું દિવસ રહેવાની સંભાવના છે. આ સાથે અનેક ભાગોમાં હળવો વરસાદ પણ પડી શકે છે. મંગળવારે રાજધાનીમાં લઘુત્તમ તાપમાન 9.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે અગાઉ સોમવારે લઘુત્તમ તાપમાન 5.3 ડિગ્રી નોંધાયું હતું.

IMD અનુસાર, સોમવાર આ મહિનાનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ હતો જે દિલ્હીમાં નોંધાયો હતો અને લઘુત્તમ તાપમાન 5.3 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું.

ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે આજે રાજસ્થાન, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, પંજાબ, હરિયાણાના જુદા જુદા ભાગોમાં તીવ્ર થી અત્યંત તીવ્ર ઠંડી પડવાની સંભાવના છે.

આ સિવાય IMDએ હરિયાણા, પંજાબ, દિલ્હી, મધ્યપ્રદેશ અને રાજસ્થાન માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આગામી 7 દિવસ સુધી દિલ્હીમાં ઠંડીથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગે 10 જાન્યુઆરીએ ઠંડીને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
Fraud Alert: ટ્રાફિક ચલણના નામે થઈ રહી છે મોટી છેતરપિંડી, ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા આ ભૂલ?
Fraud Alert: ટ્રાફિક ચલણના નામે થઈ રહી છે મોટી છેતરપિંડી, ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા આ ભૂલ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

J&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલGay Gohari Mela 2024 : દાહોદમાં ગાય ગોહરીની અનોખી પરંપરા, લોકો ગાય નીચેથી થાય છે પસારAhmedabad Crime : નવા વર્ષે અમદાવાદમાં 2 યુવકોની હત્યાથી ખળભળાટ, જુઓ સંપૂર્ણ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
Fraud Alert: ટ્રાફિક ચલણના નામે થઈ રહી છે મોટી છેતરપિંડી, ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા આ ભૂલ?
Fraud Alert: ટ્રાફિક ચલણના નામે થઈ રહી છે મોટી છેતરપિંડી, ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા આ ભૂલ?
દાહોદ જીલ્લામાં બેસતા વર્ષની અનોખી ઉજવણી, પશુધન પ્રત્યે કૃતજ્ઞતાની અનોખી પરંપરા ‘ગાય ગોહરી’ મેળો
ગાય ગોહરીનો મેળો: દાહોદની પશુધન પ્રત્યે કૃતજ્ઞતાની અનોખી પરંપરા
રશિયા પહોંચતા જ કિમ જોંગ ઉનની એલીટ આર્મીનું સુરસુરિયું! યુક્રેને 40 સૈનિકોને મારી નાખ્યા
રશિયા પહોંચતા જ કિમ જોંગ ઉનની એલીટ આર્મીનું સુરસુરિયું! યુક્રેને 40 સૈનિકોને મારી નાખ્યા
20 બેઠકો પર બદલાઈ જશે હરિયાણા ચૂંટણીના પરિણામો? કોંગ્રેસ લેવા જઈ રહી છે આ મોટું પગલું
20 બેઠકો પર બદલાઈ જશે હરિયાણા ચૂંટણીના પરિણામો? કોંગ્રેસ લેવા જઈ રહી છે આ મોટું પગલું
Anantnag Encounter:અનંતનાગમાં બે એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર,સર્ચ ઓપરેશન શરુ, શ્રીનગરમાં પણ એન્કાઉન્ટર ચાલુ
Anantnag Encounter:અનંતનાગમાં બે એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર,સર્ચ ઓપરેશન શરુ, શ્રીનગરમાં પણ એન્કાઉન્ટર ચાલુ
Embed widget