શોધખોળ કરો

Uttarayan 2024: ઉત્તરાયણ પર પવન કેવો રહેશે, પતંગ રસિકોને લઈ અંબાલાલ પટેલની આગાહી ?

અંબાલાલ પટેલે જણાવ્યું કે, હાલ તો ઠંડી નહિ વધે પરંતું આગામી 10 જાન્યુઆરીથી ઠંડીનો ચમકારો વધે તેવી શક્યતા છે.

અમદાવાદ: ઉત્તરાયણના તહેવાર પર પવન કેવો રહેશે તેને લઈ પતંગ રસિકોમાં અત્યારથી જ ચર્ચા ચાલી રહી છે. ત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું કે, હાલ તો ઠંડી નહિ વધે પરંતું આગામી 10 જાન્યુઆરીથી ઠંડીનો ચમકારો વધે તેવી શક્યતા છે. આ સાથે જ પતંગના રસિકો માટે સારા સમાચાર  આપ્યા છે. અંબાલાલના જણાવ્યા અનુસાર,  આ વર્ષે ઉત્તરાયણ ઉપર સાનુકૂળ વાતાવરણ રહેશે. ઉત્તરાયણના રોજ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા છે. તેથી લોકો સરળતાથી પતંગોત્સવ માણી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, પશ્ચિમ વિષુવવૃત હિંદ મહાસાગર નજીક દક્ષિણપૂર્વમાં અપર એર સાક્લોનિક સકર્યુલેશન સક્રિય થયું છે. જે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને વેલ માર્ક લો પ્રેશર એરિયા બનવાની શક્યતા છે. જોકે, તેના કારણે તમિલનાડુ, દક્ષિણ કેરળમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ ગુજરાતમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકુ રહેવાની આગાહી કરવામાં આવી છે. 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, અરબ સાગરમાં એક હલચલ થઇ છે. જે લો પ્રેશરમાંથી વેલ લો માર્ક લો પ્રેશર બનીને  4 જાન્યુઆરીએ બેંગ્લોર તરફ જઈને ભારતના અંદરના ભાગોને પ્રભાવિત કરતા મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત આ સિસ્ટમના કારણે 4 જાન્યુઆરીથી  ગુજરાત તરફ ભેજવાળા પવનો આવશે અને બંગાળના ઉપસાગર પરથી પણ ભેજવાળા પવનો આવશે. જેના કારણે ગુજરાતમાં વાદળો આવવાની શક્યતા રહેશે. 8 જાન્યુઆરીના પણ હિંદ મહાસાગર પર એક મજબુત સિસ્ટમ બની રહી છે. તે પણ અરબ સાગરમાં આવવાની શક્યતા રહેશે.

અરબ સાગરના ભેજના કારણે 6થી 7 જાન્યુઆરીના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં અને દેશના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. બે સિસ્ટમ મર્જ થતા થંડર સ્ટ્રોમ એક્ટિવિટી થવાની શક્યતા રહેશે. રાજ્યમાં કોઈપણ જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. 

પવનની ગતિ સામાન્ય દિવસોમાં તેજ હોય છે પરંતુ દર વર્ષે ઉત્તરાયણ પર પવનની ગતિ સામાન્ય અથવા મધ્યમ રહે છે. સવારે પવન ન હોવાથી પતંગ રસિકો નિરાશ થતા હોય છે. સાંજના સમયે પવનની ગતિ વધતા લોકો પતંગ ચગાવવાની મજા લેતા હોય છે.  2023નુ  વર્ષ શિયાળો, ઉનાળો અને ચોમાસામાં સતત વાતાવરણમા ફેરફાર જોવા મળ્યા છે.  2024 વર્ષની શરુઆત કેવી રહે તેની ઉપર નજર બધાની નજર છે. ત્યારે આ વખતે પવનની ગતિ સારી રહેશે. આ વખતે ઉત્તરાયણ ઉપર વાતાવરણ સાનુકૂળ રહેશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Embed widget