શોધખોળ કરો

આવતીકાલથી કોરોનાનું વધુ સંક્રમણ ધરાવતા 10 જિલ્લામાં 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન અપાશે, CM રૂપાણીની જાહેરાત

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતના ૧૮ વર્ષથી વધુ વયના યુવાનો કોરોના સામે સુરક્ષિત રહે એ હેતુ જલદીમાં જલદી વેક્સિનેશન શરૂ થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે.

ગાંધીનગર: ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ ૧લી મેથી રાજ્યના કોરોનાનું વધુ સંક્રમણ ધરાવતા ૧૦ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી વધુ વયના યુવાનોને રાજ્ય સરકાર વિનામૂલ્યે વેક્સિન આપશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્ર સરકારની મદદથી ગુજરાતમાં આવતીકાલથી યુવાનોના વેક્સિનેશનનો આરંભ થઈ રહ્યો છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતના ૧૮ વર્ષથી વધુ વયના યુવાનો કોરોના સામે સુરક્ષિત રહે એ હેતુ જલદીમાં જલદી વેક્સિનેશન શરૂ થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. ગુજરાતે ભારતના સ્વદેશી વેક્સિન ઉત્પાદકોને અઢી કરોડ વેક્સિન ડોઝ માટે ઓર્ડર આપી દીધો છે. વધુને વધુ વેક્સિન ડોઝ મળે તે માટે ગુજરાત સરકાર સતત આ બંને કંપનીઓના પરામર્શમાં છે. આજે સાંજ સુધીમાં ૩ લાખ વેક્સિન ડોઝ હવાઇમાર્ગે ગુજરાત આવી રહ્યા છે અને આવતીકાલથી ૧૦ જિલ્લાઓમાં યુવાનોના વેક્સિનેશનનો શુભારંભ થઈ જશે.

વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, જ્યાં કોરોનાનું સંક્રમણ વધારે છે એવા ૧૦ જિલ્લાઓ- અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, કચ્છ, મહેસાણા, ભરૂચ અને ગાંધીનગરમાં આવતીકાલે, ગુજરાતના સ્થાપના દિવસે સવારે ૯ વાગ્યાથી ૧૮ વર્ષથી વધુ વયના યુવાનોને રાજ્ય સરકાર વિનામૂલ્યે વેક્સિન આપશે.

વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, મે મહિના દરમિયાન ગુજરાતને વેક્સિનના ૧૧ લાખ ડોઝ મળશે. હજુ વધુ જથ્થો પ્રાપ્ત થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. જેમ-જેમ વેક્સિન ઉપલબ્ધ થશે તેમ-તેમ વધુને વધુ જિલ્લાઓમાં યુવાનોના વેક્સિનેશનનો તબક્કાવાર આરંભ કરાશે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, જે યુવાનોએ cowin.gov.in પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તે પૈકીના આ દસ જિલ્લાના યુવાનોને જ SMS મળશે, અને SMSમાં દર્શાવેલી તારીખે, સ્થળે અને સમયે જે તે સેન્ટર પર જઈને તેમણે વેક્સિન લેવાની રહેશે. વેક્સિનેશન માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજિયાત છે. સ્થળ પર રજીસ્ટ્રેશનની કોઈ જોગવાઇ નથી એટલે જેમણે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હોય અને જેમને SMS મળ્યો હોય તે યુવાનો જ વેક્સિન લેવા માટે જાય. ગુજરાતમાં વેક્સિનેશનની કામગીરી ખૂબ જ સુચારુ રૂપે થઈ રહી છે. એટલે આ કામગીરીમાં કોઈ અવ્યવસ્થા ન સર્જાય એ સૌએ જોવાનું રહેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Love Jihad : સુરતમાં હિન્દુ નામ ધારણ કરી યુવતીને પ્રેમમાં ફસાવી, કરી દીધી પ્રેગ્નન્ટAhmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષPMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOPRajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Embed widget